ICC Ranking: વિશ્વ કપ પહેલા ભારત બની શકે છે નંબર 1 વન ડે ટીમ
વિશ્વ કપ પહેલા ટીમ ઇન્ડિયા બની શકે છે નંબર 1 વન ડે ટીમ. આઇસીસી રેન્કિંગમાં ભારત વધુ એક સ્થાન ઉપર આવી શકે એવી પ્રબળ શક્યતાઓ છે. વિશ્વ કપ પહેલા ઇંગ્લેન્ડ પોતાનું નંબર વનનું સ્થાન ગુમાવી શકે એવી સ્થિતિ છે.
Trending Photos
દુબઇ : ક્રિકેટ રસિકોનું ધ્યાન ભલે હાલમાં આઇસીસી વનડે વિશ્વ કપ તરફ હોય પરંતુ આઇસીસી રેન્કિંગનું મહત્વ ઓછું નથી અંકાઇ રહ્યું. આ રેન્કિંગને હવે લોકો વર્લ્ડ કપના પ્રબળ દાવેદાર અંગે જોઇ રહ્યા છે. જે અંતર્ગત હાલમાં આઇસીસી રેન્કિંગ ચર્ચામાં છે. આ રેન્કિંગમાં ભારત અને ઇંગ્લેન્ડે અનુક્રમે ટેસ્ટ અને વન ડે રેન્કિંગમાં ટોપ પર પોતાનું સ્થાન યથાવત રાખ્યું છે.
વર્ષ 2019 વિશ્વ કપ આડે માત્ર એક મહિનાનો જ સમય બાકી છે અને ઇઁગ્લેન્ડ વન ડેમાં પહેલા નંબરની ટીમ છે પરંતુ ભારત ઇંગ્લેન્ડને ટક્કર આપી રહ્યું છે. બંને વચ્ચે માત્ર 2 પોઇન્ટનું જ અંતર છે. આ તફાવત વર્લ્ડ કપ પહેલા દૂર થઇ શકે છે કારણ કે ભલે વિશ્વ કપ પહેલા ભારતની કોઇ વન ડે મેચ નથી પરંતુ ઇંગ્લેન્ડને આર્યલેન્ડ અને પાકિસ્તાન વિરૂધ્ધ વન ડે મેચ રમવાની છે જેના પરિણામની અસરથી ઇંગ્લેન્ડ મોખરાનું સ્થાન ગુમાવી શકે એમ છે.
આ પણ વાંચો: ભારતને પછાડી ઇંગ્લેન્ડ બન્યું નંબર વન
ટેસ્ટ રેન્કિંગમાં ભારત અને બીજા સ્થાને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઠ કરતાં ઓછા પોઇન્ટનો તફાવત છે. અપડેટ પહેલા ભારતના 116 પોઇન્ટ અને ન્યૂઝીલેન્ડના 108 પોઇન્ટ હતા. પરંતુ વિરાટ કોહલીની ટીમ દક્ષિણ આફ્રિકા પર 3-0થી જીતી અને શ્રીલંકા સામે 2-1થી વિજય મેળવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ જાણવા, જુઓ LIVE TV
અહીં નોંધનિય છે કે, આઇસીસીના નિવેદન અનુસાર આ રેન્કિંગમાં અપડેટ 2015-16થી સીરિઝના પરિણામોને હટાવી દેવાયા બાદ કરવામાં આવ્યું છે અને 2016-17 અને 2017-18ના પરિણામોના 50 ટકા પોઇન્ટ જ ગણતરીમાં લેવાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે