ICC WTC Final: Dilip Vengsarkar નો દાવો, India અને New Zealand માંથી આ ટીમ ચડિયાતી
દિલીપ વેંગસરકરે ખલીઝ ટાઇમને કહ્યું કે 'જો તમે ભારતીય ટીમની તુલના ન્યૂઝિલેંડની ટીમ સાથે કરેશે તો ખેલાડીની દરેક ખેલાડી સાથે તુલના કરતાં ભારતની ટીમ અહીંયા સારી જોવા મળી રહી છે.
Trending Photos
મુંબઇ: ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન અને ચીફ સિલેક્ટર રહી ચૂકેલા દિલીપ વેંગસકર (Dilip Vengsarkar) નું માનવું છે કે 18 જૂનથી સાઉથૈમ્પટન (Southampton) માં ન્યૂઝિલેંડ સાથે થનાર આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (ICC WTC Final) માટે વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશિપમાં ભારત પાસે એક સારી ટીમ છે.
'ભારતની ટીમ સારી'
દિલીપ વેંગસરકરે ખલીઝ ટાઇમને કહ્યું કે 'જો તમે ભારતીય ટીમની તુલના ન્યૂઝિલેંડની ટીમ સાથે કરેશે તો ખેલાડીની દરેક ખેલાડી સાથે તુલના કરતાં ભારતની ટીમ અહીંયા સારી જોવા મળી રહી છે. નિશ્વિતપણે તેમાંથી બેમત નથી કે ટ્રેંટ બાઉલ્ટ એક વિશ્વ સ્તરીય બોલર છે અન કેન વિલિયમ્સન એક વર્લ્ડ ક્લાસ બેટ્સમેન, પરંતુ ભારત દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરનાર ટીમ છે.
'શાનદાર છે ટીમ ઇન્ડીયા'
દિલીપ વેંગસકર (Dilip Vengsarkar) એ ટીમ ઇન્ડીયા (Team India) ની પ્રશંસા કરતાં કહ્યું કે 'અમારી પાસે દુનિયાના સૌથી સારા સ્પિનર છે, તો બીજી તરફ આ ટીમ પાસે શાનદાર ફાસ્ટ બોલર આક્રમણ છે અને આ ટીમના બેટ્સમેન પણ ખુબ શાનદાર છે.
NZ ની જીત અટકળો
ભારતીય ટીમ અત્યારે આઇસીસી ટેસ્ટ રેન્કીંગમાં ટોપ પર છે. જ્યારે ન્યૂઝિલેંડ બીજા નંબર પર છે. આઇસેસી ડબ્લ્યૂટીસી ફાઇનલ શરૂ થતાં પહેલાં એ વાતની અટકળો લગાવવામાં આવી રહી છે કે સાઉથૈમ્પટનની સ્થિતિ ન્યૂઝિલેંડ (New Zealand) ના પક્ષમાં હશે કારણ કે કીવી ટીમ અત્યારે મેજબાન ઇંગ્લેંડની સાથે 2 મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે.
'વિરાટ-રોહિતનો સાથ આપવો પડશે'
દિલીપ વેંગસરકરે કહ્યું 'ભારતીય ટીમમાં ટેલેન્ડેટ ખેલાડી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા આ દુનિયાના સૌથી સારા ખેલાડી છે, પરંતુ એ પણ જરૂરી છે કે બીજા ખેલાડી પણ તેમનો સાથ આપે અને તમે જાણો છો કે ફક્ત 2 ખેલાડીઓ તમારા પર નિર્ભર ન રહી શકે. જો તમે ટેસ્ટ મેચ રમી રહ્યા છો તો દરેક ખેલાડીને પોતાનું યોગદાન આપવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે