IND vs AUS Final: ટ્રેવિસ હેડ અને માર્નસ લેબુશેને ભારત પાસેથી ખિતાબ છીનવ્યો, ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની જીતના હીરો રહ્યાં
IND vs AUS Final: વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ટ્રેવિસ ડેડે સદી અને માર્નસ લાબુશેને અણનમ અડધી સદી ફટકારી હતી.
Trending Photos
India vs Australia Final: વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને માત્ર 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં, ભારતે ચોક્કસપણે ઓસ્ટ્રેલિયાને પ્રારંભિક આંચકો આપ્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને ટીમ ઈન્ડિયાની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ ડેડે 137 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે માર્નસ લાબુશેને 58 રનની અણનમ ઇનિંગ રમી હતી.
ટ્રેવિસ હેડ અને માર્નસ લેબુશેને આશા પર પાણી ફેરવ્યું
ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન સામે ટીમ ઈન્ડિયાની બોલિંગ ખૂબ જ સામાન્ય દેખાતી હતી. જો કે, મોહમ્મદ શમી અને બુમરાહે ચોક્કસપણે ઓસ્ટ્રેલિયાને શરૂઆતના આંચકા આપ્યા હતા, ત્યારબાદ ભારતીય ચાહકોની આશાઓ વધી ગઈ હતી. ટ્રેવિસ હેડ પણ ભારતીય સ્પિનરને ખૂબ સારી રીતે રમ્યો હતો. ડેવિડ વોર્નર, મિશેલ માર્શ અને સ્ટીવ સ્મિથની વિકેટ વહેલી પડી જતાં ભારત તે દબાણ જાળવી શક્યું ન હતું.
હેડ અને લાબુશેને ચોથી વિકેટ માટે 192 રનની ભાગીદારી કરી હતી. હેડે પોતાની ઈનિંગમાં 15 ચોગ્ગા અને પાંચ સિક્સ ફટકારી હતી. તો લાબુશેને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. બંનેએ સરળતાથી ભારતીય ભારતીય બોલરોનો સામનો કર્યો અને પોતાની ટીમની જીત નક્કી કરી.
ઓસ્ટ્રેલિયા છઠ્ઠીવાર વિશ્વ વિજેતા
ઓસ્ટ્રેલિયાની ટીમે રેકોર્ડ છઠ્ઠીવાર વિશ્વકપની ટ્રોફી જીતી છે. ઓસ્ટ્રેલિયન ટીમ વર્ષ 1987, 1999, 2003, 2007 અને 2015માં વિશ્વ વિજેતા બની ચુકી હતી. હવે ભારતને હરાવી ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠીવાર વિશ્વ કપ પોતાના નામે કર્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આઠમી વખત વિશ્વકપ ફાઈનલમાં પહોંચી હતી.
ભારતે આપ્યો હતો 241 રનનો ટાર્ગેટ
ભારતની શરૂઆત ખરાબ રહી, ગિલ જલ્દી આઉટ થઈ ગયો હતો. પરંતુ કેપ્ટન રોહિત શર્માએ આક્રમક બેટિંગ કરી હતી. રોહિત 47 રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય ભારત તરફથી સૌથી વધુ રન કેએલ રાહુલે 66 રન બનાવ્યા હતા. તો કોહલી 54 રન બનાવી આઉટ થયો હતો.
બોલરોની વાત કરીએ તો ભારત તરફથી બુમરાહે બે તથા શમી અને સિરાજે એક-એક વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે