'આજનો દિવસ ભારતનો નહોતો...', નિરાશ ભારતીયોમાં સન્નાટો, પીએમ મોદીએ લખ્યું- પ્રિય ટીમ ઈન્ડિયા
ODI World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ ICC વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતને 6 વિકેટથી હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતી લીધી છે. ભારતે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ, તેઓ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવામાં નિષ્ફળ રહ્યા હતા. હવે તેમણે વધુ રાહ જોવી પડશે.
Trending Photos
ODI World Cup 2023: ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીતનો સિલસિલો ત્યારે અટકી ગયો જ્યારે તેમને કોઈપણ ભોગે જીતની જરૂર હતી. રવિવારે ઓસ્ટ્રેલિયા સાથેની ફાઈનલ મેચમાં ભારતનો 6 વિકેટે પરાજય થયો હતો. ભારત સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચ્યું છે. ટાઈટલ મેચમાં ભારતીયોને મળેલી હારથી કરોડો ભારતીયોના દિલ તૂટી ગયા.
મેચ જોયા બાદ મોટાભાગના લોકોએ કહ્યું કે કદાચ આજનો દિવસ ભારતનો દિવસ ન હોતો. તેમણે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Dear Team India,
Your talent and determination through the World Cup was noteworthy. You've played with great spirit and brought immense pride to the nation.
We stand with you today and always.
— Narendra Modi (@narendramodi) November 19, 2023
મેચ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા લખ્યું કે સમગ્ર વિશ્વ કપ દરમિયાન ભારતીય ખેલાડીઓએ જે પ્રતિભા અને સમર્પણ બતાવ્યું તે પ્રશંસનીય હતું. તેમણે હંમેશા દેશને ગૌરવ અપાવ્યું છે. આખો દેશ આજે તેમની સાથે છે અને આગળ પણ ઉભો રહેશે.
Congratulations to Australia on a magnificent World Cup victory! Theirs was a commendable performance through the tournament, culminating in a splendid triumph. Compliments to Travis Head for his remarkable game today.
— Narendra Modi (@narendramodi) November 19, 2023
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે