IND vs PAK Asia Cup Super 4: અર્શદીપ સિંહ વિરુદ્ધ પાકિસ્તાનીઓનો પ્રોપગેન્ડા, ભારતીય ચાહકોએ આપ્યો જડબાતોડ જવાબ

IND vs PAK Asia Cup Super 4: અર્શદીપના વિકીપીડિયા પેજ ઉપર પણ તેની વિગતોમાં આપત્તિજનક લખાણ જોવા મળી રહ્યું છે. અર્શદીપને લઈને પાકિસ્તાન તરફથી એક પ્રોપગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. જેનો ભારતીય ક્રિકેટ ફેન્સે જડબાતોડ જવાબ આપ્યો છે. બીજી બાજુ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ અર્શદીપના સપોર્ટમાં ઉતર્યા. ભજ્જીએ ટ્વિટર દ્વારા લોકોને અપીલ કરી કે તેઓ અર્શદીપને લઈને નકામી વાતો ન કરે.

IND vs PAK Asia Cup Super 4: અર્શદીપ સિંહ વિરુદ્ધ પાકિસ્તાનીઓનો પ્રોપગેન્ડા, ભારતીય ચાહકોએ આપ્યો જડબાતોડ જવાબ

એશિયા કપ 2022માં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સુપર 4 મુકાબલામાં રવિવારે પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. અર્શદીપ સિંહને આ મેચમાં રમવાની તક મળી અને તેમણે પોતાના કોટામાં 3.5 ઓવરમાં 27 રન આપીને એક વિકેટ પણ લીધી. ભારતે છેલ્લી ઓવરમાં સાત રન ડિફેન્ડ કરવાના હતા અને તે સમયે અર્શદીપે આસિફ અલીને આઉટ કરીને ટીમ ઈન્ડિયાની મેચમાં વાપસી કરાવી પરંતુ આમ છતાં અંતે ભારતને હારનો સામનો કરવો પડ્યો. મેચ દરમિયાન અર્શદીપથી એક કેચ પણ ડ્રોપ થયો હતો જેને લઈને તેમને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરાયા. આવી વાતો માટે આમ તો ખેલાડીઓનું ટ્રોલિંગ થવું એ નવું નથી. પરંતુ અર્શદીપને લઈને પાકિસ્તાન તરફથી એક પ્રોપગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. જેનો ભારતીય ક્રિકેટ ફેન્સે જડબાતોડ જવાબ આપ્યો છે. 

પાકિસ્તાની પ્રોપગેન્ડા
અર્શદીપને સચ્ચા ખાલિસ્તાની ગણાવનારા પાકિસ્તાની ફેન્સને ભારતીય ફેન્સે જબરદસ્ત જવાબ આપ્યો. પાકિસ્તાનના અનેક ટ્વિટર હેન્ડલથી આ પ્રકારના ટ્વીટ્સ કરવામાં આવી રહ્યા છે. અર્શદીપ ખાલિસ્તાની છે અને આ કારણે તેણે કેચ ડ્રોપ કર્યો હતો. 

વિરાટ કોહલી સપોર્ટમાં ઉતર્યા
બીજી બાજુ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ અર્શદીપના સપોર્ટમાં ઉતર્યા. ભજ્જીએ ટ્વિટર દ્વારા લોકોને અપીલ કરી કે તેઓ અર્શદીપને લઈને નકામી વાતો ન કરે. બીજી બાજુ મેચ બાદ વિરાટે કહ્યું કે અમે બધા માણસ છીએ અને અમારાથી ભૂલો થઈ જાય છે. વિરાટે પોતાનું ઉદાહરણ પણ આપ્યું કે જ્યારે તેઓ પહેલીવાર ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના શાહિદ આફ્રીદીની બોલિંગમાં બેજવાબદારભર્યો શોટ રમ્યા હતા. 17.3 ઓવરમાં રવિ બિશ્નોઈની બોલિંગમાં અર્શદીપે આસિફ અલીનો એકદમ સરળ કેસ છોડ્યો હતો. 

અર્શદીપના વિકીપીડિયા પેજ ઉપર પણ આપત્તિજનક લખાણ
અર્શદીપના વિકીપીડિયા પેજ ઉપર પણ તેની વિગતોમાં આપત્તિજનક લખાણ જોવા મળી રહ્યું છે. ટ્વિટર યૂઝર અંશુલ સક્સેનાએ આ અંગે વિગતવાર માહિતી પણ શેર કરી છે જેમાં જ્યાંથી આ લખાણ પેજ પર ઉમેરાયું છે તેના આઈપી એડ્રસથી જાણવા મળે છે કે તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતથી થયું છે. 

ભારતીય એજન્સીઓ શરૂ કરી તપાસ
આ બધા વચ્ચે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ અર્શદીપ વિરુદ્ધ પાકિસ્તાની પ્રોપગેન્ડાની તપાસ શરૂ કરી દીધી. આમ તો મેચમાં ભૂલ થવા બદલ ખેલાડી પ્રત્યે ફેન્સનો ગુસ્સો દેખાવવો સ્વાભાવિક છે પરંતુ રવિવારે જે મેચ રમાઈ તેમાં એવી પેટર્ન જોવા મળી કે જેવો અર્શદીપ સિંહથી કેચ છૂટ્યો કે સોશયિલ મીડિયા પર પર તેમને ટ્રોલ કરવામાં આવ્યા. તેની પાછળ હવે પાકિસ્તાનીઓનો પ્રોપગેન્ડા જેવી હરકતો સામે આવતા હવે ગુપ્તચર એજન્સીઓ તપાસે લાગી છે. અર્શદીપને ટ્રોલ કરવામાં ખાલિસ્તાની એંગલ લાવવામાં આવ્યો. આ પેટર્ન ક્યાંથી શરૂ થઈ તેની તપાસ થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news