વિશ્વ કપમાં ભારતની સફર, 19975થી 2015 સુધી બનાવ્યા આ રેકોર્ડ
ક્રિકેટ વિશ્વકપમાં પોતાની અત્યાર સુધીની સફરમાં ભારતીય ટીમના ખેલાડીઓએ ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે. ભારત બે વખત (1983 અને 2011) વિશ્વકપ પોતાના નામે કરી ચુક્યું છે. આ વખતે પણ ભારતીય ફેન્સને ટીમ પાસે આશા છે.
Trending Photos
નવી દિલ્હીઃ ક્રિકેટના સૌથી મોટા ઉત્સવ વિશ્વકપની શરૂઆત થઈ ચુકી છે. ભારત સહિત તમામ ટીમો તેને પોતાના નામે કરવા માટે ઈંગ્લેન્ડમાં છે. ક્રિકેટના પોતાના અત્યાર સુધીના સફરમાં ભારત બે વખત (1983 અને 2011) વિશ્વ કપ જીતી ચુક્યું છે. આ વખતે પણ ભારતીય દર્શકોને આશા છે. વિશ્વકપમાં ભારતીય ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન કેવું રહ્યું છે, તેને નીચે આપવામાં આવેલા ટેબલથી સારી રીતે સમજી શકાય છે. તેમાં જીતવામાં આવેલા કુલ મેચ, સૌથી સફળ બેટ્સમેન, બોલર વગેરે જણાવવામાં આવ્યું છે.
કુલ મેચ | જીત | હાર | ટાઈ | નો રિઝલ્ટ | જીત ટકાવારી |
75 | 46 | 27 | 1 | 1 | 62.83 |
ક્યારે-ક્યારે બનાવ્યા 370થી વધુ રન |
|||||
સ્કોર | ઓવર | વિરુદ્ધ | તારીખ | ||
413-5 | 50 | બરમૂડા | 19 માર્ચ 2007 | ||
373-6 | 50 | શ્રીલંકા | 26 મે 1999 | ||
370-4 | 50 | બાંગ્લાદેશ |
19 ફેબ્રુઆરી 2011 |
||
સૌથી ઓછો સ્કોર |
|||||
સ્કોર | ઓવર | વિરુદ્ધ | તારીખ | ||
125 | 41.4 | ઓસ્ટ્રેલિયા |
15 ફેબ્રુઆરી 2003 |
||
132-3 | 60 | ઈંગ્લેન્ડ | 7 જૂન 1975 | ||
ટોપ વ્યક્તિગત સ્કોર |
|||||
સ્કોર | બેટ્સમેન | વિરુદ્ધ | તારીખ | ||
183 | સૌરવ ગાંગુલી | શ્રીલંકા | 26 મે 1999 | ||
175* | કપિલ દેવ | ઝિમ્બાબ્વે | 18 જૂન 1983 | ||
175 | વીરેન્દ્ર સહેવાગ | બાંગ્લાદેશ |
19 ફેબ્રુઆરી 2011 |
||
બેસ્ટ બોલિંગ | |||||
વિકેટ | બોલર | વિરુદ્ધ | તારીખ | ||
6/23 | આશીષ નહેરા | ઈંગ્લેન્ડ |
26 ફેબ્રુઆરી 2003 |
||
ટોપ રન મેકર(1 હજારથી વધુ) |
|||||
રન | બેટ્સમેન | મેચ | હાઇસ્કોર | એવરેજ | સદી |
2278 | સચિન | 45 | 152 | 59.95 | 6 |
1006 | સૌરવ ગાંગુલી | 21 | 183 | 55.28 | 4 |
સૌથી સફળ બોલર |
|||||
વિકેટ | બોલર | મેચ | બેસ્ટ | એવરેજ | 5 વિકેટ |
44 | ઝહીર ખાન | 23 | 4/42 | 20.22 | 0 |
44 | જવાગલ શ્રીનાથ | 34 | 4/30 | 27.81 | 0 |
વિશ્વ કપ 2019માં ભારતની શરૂઆત સારી રહી નથી. તેણે પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડના હાથે 6 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ગુરૂવારે તે બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી પ્રેક્ટિસ મેચ રમશે. આ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાને વિરાટ કોહલી, એમએસ ધોનીની સાથે સાથે કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા પાસેથી મોટી આશા હશે.
વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે