IND vs PAK T20 WC: બાપ રે...બાપ IND Vs Pak Match ની ટિકીટનો ભાવ 1.86 કરોડ પહોંચ્યો, વેચાઇ જશે બાપ-દાદાની સેવિંગ

IND vs PAK T20 WC Ticket Prices: આ વર્ષે આઇસીસી ટી20 વર્લ્ડ કપ 2024 જૂનમાં વેસ્ટઇંડીઝ અને અમેરિકાની મેજબાનીમાં રમાશે. તેમાં ભારતીય ટીમની પ્રથમ મેચ 5 જૂનના રોજ આયરલેંડ વિરૂદ્ધ યોજાશે. જ્યારે બીજો મુકાબલો પાકિસ્તાન વિરૂદ્ધ 9 જૂનના રોજ રમાશે. ત્રીજી મેચ 12 જૂનના રોજ અમેરિકા સાથે યોજાશે. આ ત્રણેય મુકાબલા ન્યૂયોર્કમાં રમાશે. 
 

IND vs PAK T20 WC: બાપ રે...બાપ IND Vs Pak Match ની ટિકીટનો ભાવ 1.86 કરોડ પહોંચ્યો, વેચાઇ જશે બાપ-દાદાની સેવિંગ

India vs Pakistan World Cup Match Tickets: ભારતીય ટીમ માટે આ વર્ષે આઇસીસી ટ્રોફી જીતવાની સોનેરી તક છે. તેને આ વર્ષે જૂનમાં વેસ્ટઇંડીઝ અને અમેરિકાની મેજબાનીમાં ટી 20 વર્લ્ડ કપ રમવાનો છે. તેમાં ભારતીય ટીમની પ્રથમ મેચ 5 જૂનના રોજ આયરલેંડ વિરૂદ્ધ યોજાશે. 

જ્યારે બીજો મુકાબલો પાકિસ્તાન વિરૂદ્ધ 9 જૂનના રોજ રમાશે. ત્રીજી મેચ 12 જૂનના રોજ અમેરિકા વિરૂદ્ધ યોજાશે. આ ત્રણેય મુકાબલા ન્યૂયોર્કમાં રમાશે. આ પહેલાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ICC વર્લ્ડ કપ મેચની ટિકીટનું વેચાણ ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયામાં જ કરવામાં આવશે. 

આ જગ્યાએ મળી રહી છે ભારત-પાકિસ્તાનની ટિકીટ
આ દરમિયાન ભારત અને પાકિસ્તાન સહિત લગભગ બાકી તમામ મેચોની ટિકીટ વેચાઇ ગઇ છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે તમામ મેચોની ટિકીટ કેટલાક રીસેલ પ્લેટફોર્મ પર ફરીથી વેચવામાં આવી રહી છે. આ ટિકીટ StubHub અને SeatGeek પ્લેટફોર્મ પર મળી રહી છે. 

પરંતુ તેમાં સૌથી વધુ આશ્વર્યની વાત એ છે કે યૂએસએ ટુડેના અનુસાર ભારતીય ટીમને 2 મુકાબલાની ટિકીટની કિંમત કરોડો રૂપિયામાં પહોંચી ગઇ છે. તેમાં ભારત અને પાકિસ્તાન મેચની ટિકીટ કિંમત 1.86 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. 

આ પ્લેટફોર્મ પર મળી રહી છે સૌથી સસ્તી ટિકીટ
ICC અનુસાર પહેલાં ફેજમાં ટિકીટના વેચાણ દરમિયાન ટિકીટોની સૌથી વધુ કિંમત લગબહ્ગ 497 રૂપિયા રહી હતી. જ્યારે મેક્સિમમ કિંમત 33,148 રૂપિયા (ટેક્સ વિના‌) રાખવામાં આવી હતી. કહેવામાં આવી રહી હતી કે તેના ઉપરાંત કોઇ વધારાનો ચાર્જ પણ લેવામાં આવ્યો નથી. 

જોકે આ રીસેલ પ્લેટફોર્મ પર VIP ટિકીટોની કિંમત લગભગ 33.15 લાખ રૂપિયા રજૂ કરવામાં આવી. તેમાં જો રીસેલ પ્લેટફોર્મની ફી પણ ઉમેરવામાં આવે તો કિંમત લગભગ 41.44 લાખ રૂપિયા સુધી પહોંચી જશે. 

તો બીજી તરફ StubHub પર ભારત-પાકિસ્તાન મેચની સૌથી સસ્તી ટિકીટ 1.04 લાખ રૂપિયાની છે. જ્યારે SeatGeek પર સૌથી મોંઘી ટિકીટ 1.86 કરોડની છે. જેમાં આ પ્લેટફોર્મની ફી પણ સામેલ છે. તમને જણાવી દઇએ કે વર્લ્ડકપ 2023 માં ભારત પાકિસ્તાન મેચની સૌથી મોંઘી ટિકીટ 57.15 લાખ રૂપિયા રહી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news