ભારતીય ક્રિકેટમાં પહેલીવાર આવું જોવા મળ્યું, સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળ કમાલ થઈ ગયો
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં ભારતે 3-0થી મેચ જીતી લીધી. અંતિમ મેચ ખુબ જ રસપ્રદ રહી. જે ભારતના ફાળે ગઈ. આ મચમાં કઈક એવું થયું કે જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી જોવા મળ્યું નથી. સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ ભારતે ચમત્કાર કરી દીધો હોય તેવું લાગ્યું. વાત જાણે એમ છે કે આવું પહેલીવાર બન્યું જ્યારે ભારતે 50 રનની અંદર 5 વિકેટ ગુમાવ્યા બાદ કોઈ ટી20 મેચ જીતી કે ટાઈ કરી હોય. ભારતે આ મુકાબલો સુપર ઓવરમાં જીત્યો.
Trending Photos
IND vs SL 3rd T20 : સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં ભારતે 3-0થી મેચ જીતી લીધી. અંતિમ મેચ ખુબ જ રસપ્રદ રહી. જે ભારતના ફાળે ગઈ. આ મચમાં કઈક એવું થયું કે જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી જોવા મળ્યું નથી. સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ ભારતે ચમત્કાર કરી દીધો હોય તેવું લાગ્યું. વાત જાણે એમ છે કે આવું પહેલીવાર બન્યું જ્યારે ભારતે 50 રનની અંદર 5 વિકેટ ગુમાવ્યા બાદ કોઈ ટી20 મેચ જીતી કે ટાઈ કરી હોય. ભારતે આ મુકાબલો સુપર ઓવરમાં જીત્યો.
પહેલીવાર થયો આ કમાલ
આવું પહેલીવાર બન્યું કે જ્યારે ભારતે 50 રનની અંતર એક સમયે 5 વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યારબાદ મેચ ટાઈમાં ગઈ/જીતી. મેચ સુપર ઓવરમાં મેચ જીતી. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે આ કમાલ કરી દેખાડ્યો છે. પહેલા બેટિંગ કરીને ભારતીય ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી. તેણે પોતાની 5 વિકેટ માત્ર 48 રનમાં ગુમાવી હતી. યશસ્વી જયસ્વાલ (10), સંજુ સેમસન (0), રિંકુ સિંહ (1), સૂર્યકુમાર યાદવ (8) અને શિવમ દુબે (13) જેવા ખૂંખાર બેટર્સ સસ્તામાં આઉટ થઈ ગયા.
𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎!
Congratulations to the @surya_14kumar-led side on clinching the #SLvIND T20I series 3⃣-0⃣ 👏👏
— BCCI (@BCCI) July 30, 2024
#TeamIndia Captain @surya_14kumar led from the front throughout the series and he becomes the Player of the Series 👏👏
Scorecard ▶️ https://t.co/UYBWDRh1op#SLvIND pic.twitter.com/MoReOCXtDH
— BCCI (@BCCI) July 30, 2024
અંતિમ 5 ઓવરમાં પલટાઈ મેચ
જીતને આરે પહોંચેલી શ્રીલંકન ટીમે જે વિચાર્યું પણ નહીં હોય તે થયું. આખરી 30 બોલમાં મેજબાન ટીમે 30 રન કરવાના હતા અને બે સેટ બેટર્સ સાથે કુલ 9 વિકેટ હાથમાં હતી. કુસલ મેન્ડિસ (41 રન) અને કુસલ પરેરા (38 રન) રમતા હતા. 16મી ઓવરમાં રવિ બિશ્નોઈએ મેન્ડિસને 43 રન પર આઉટ કરી નાખ્યો. 17મી ઓવરમાં વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ લઈ લીધી. વાનિંદુ હસરંગા(3 રન) અને ચરિત અસલંકા (0) પર ગયા. અંતિમ બે ઓવરમાં જ્યારે મેજબાન ટીમને ફક્ત 9 રનની જરૂર હતી ત્યારે રિંકુએ 3 રન આપી બે વિકેટ ઝડપી લીધી અને સૂર્યકુમારે 5 રનમાં 2 વિકેટ લીધી હતી. આમ શ્રીલંકાને આઠ વિકેટ પર 137 રન થતા મેચ ટાઈ થઈ અને સુપરઓવરમાં ગઈ. ત્યારબાદ સુપર ઓવરમાં ભારતે મેચ જીતી લીધી.
ત્રીજીવાર ક્લીન સ્વીપ
ભારતે ત્રીજીવાર શ્રીલંકાને ત્રણ મેચોની ટી20 ઈન્ટરનેશનલ સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. આ સિરિઝ અગાઉ 2017 અને 2022માં પણ આવું બન્યું હતું. આ મેચમાં શ્રીલંકાની 8 વિકેટ પડી. આ શ્રીલંકા વિરુદ્ધ ટી20 ઈન્ટરનેશનલ મેચમાં કોઈ પણ ટીમના સ્પિનર્સ દ્વારા બીજુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. સાઉથ આફ્રીકાના સ્પિનર્સે 2021માં કોલંબોમાં રમાયેલી એક ટી20 મેચમાં શ્રીલંકાના 9 બેટ્સમેનને આઉટ કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે