Jwala Gutta થઈ Racism નો શિકાર, નાનીના નિધન પર થઈ ખરાબ કોમેન્ટ; જાણો સંપૂર્ણ મામલો
ભારતની પૂર્વ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ખેલાડી અને અર્જૂન અવોર્ડી જ્વાલા ગુટ્ટા (Jwala Gutta) તેના અને તેના પરિવાર પર થયેલી વંશીય ટિપ્પણીઓથી ખુબ જ નારાજ છે. હાલમાં જ જ્વાલાની નાનીનું નિધન થયું છે અને તેનો સંપૂર્ણ પરિવાર શોકમાં છે
Trending Photos
હૈદરાબાદ: ભારતની પૂર્વ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ખેલાડી અને અર્જૂન અવોર્ડી જ્વાલા ગુટ્ટા (Jwala Gutta) તેના અને તેના પરિવાર પર થયેલી વંશીય ટિપ્પણીઓથી ખુબ જ નારાજ છે. હાલમાં જ જ્વાલાની નાનીનું નિધન થયું છે અને તેનો સંપૂર્ણ પરિવાર શોકમાં છે. પરંતુ ત્યારબાદ તેને વંશીય ટિપ્પણીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વંશીય ટિપ્પણીઓનો શિકાર થઈ જ્વાલા ગુટ્ટા
જ્વાલા ગુટ્ટાનો (Jwala Gutta) જન્મ તેલુગુ પિતા ક્રાંતિ ગુટ્ટા અને ચીની માતા યેલન ગુટ્ટાથી થયો હતો. થઈ રહેલી વંશીય કોમેન્ટ્સને લઇને જ્વાલાએ એક ભાવુક પોસ્ટ શેર કરી છે.
આ પણ વાંચો:- IND vs ENG: રોહિત શર્માએ કરી અજિંક્ય રહાણેની પ્રશંસા, કહ્યું- ટીમને જરૂર હોય ત્યારે બનાવે છે રન
This is what anyone will get...for any racist comment on my TL...and if you come near my family!! pic.twitter.com/S8Qd3qyaS4
— Gutta Jwala (@Guttajwala) February 12, 2021
જ્વાલા ગુટ્ટાએ (Jwala Gutta) ટ્વીટ કર્યું કે, હું મારી ગ્રેન્ડ મોમને ગુમાવવાનો શોક મનાવી રહી છું, જેમનું ચીનમાં નિધન થયું છે. મને આશ્ચર્ય થયો કે, હું કોવિડ કેમ કહું છું, ચાઈનીઝ વાયરસ કેમ નથી કહેતી. તેમણે કહ્યું, આપણા સમાજને શું થયું છે... ક્યાં છે સહાનુભૂતિ?... આપણે ક્યાં જઈ રહ્યા છીએ... આ શરમજનક છે.
I am mourning the loss of my grand mom who passed away in China and to my surprise I get racist replies....and I am asked why I say covid and not Chinese virus....
What has happened to us as a society...where’s the empathy...where r we headed...and there r defenders??
Shameful!
— Gutta Jwala (@Guttajwala) February 12, 2021
આ પહેલા જ્વાલા ગુટ્ટાએ (Jwala Gutta) તે વ્યક્તિને પણ અક્સપોઝ કર્યું જેણે તેના પર વંશીય ટિપ્પણીની હતી. તે વ્યક્તિએ પૂછ્યૂ હતું કે તેમની નાની કેમ 'કોવિડ અથવા ચીની વાયરસ'થી મોત થયું હતું?
Ammaama passed away in China on d eve of CNY!My mom use 2 visit her every month but for past year she couldn’t because of https://t.co/pvd6Pcfvsj dis covid has made us realise how important it is 2 be in present do whatever v can for our loved ones whenever v can!
Happy new year pic.twitter.com/EUyEqNDopj
— Gutta Jwala (@Guttajwala) February 12, 2021
જ્વાલાએ નાનીના નિધન પર લખી ભાવુક પોસ્ટ
જ્વાલા ગુટ્ટાએ (Jwala Gutta) તેના ટ્વિટર પર દાદીના નિધનની વાત શરે કરતા લખ્યું, 'અમ્મા ગુજર ગઇ ચીનમાં સીએનવાઈના તક પર, મારી માતા દર મહિને ઓછામાં ઓછા બે વખત તેમને મળવા જતી હતી, પરંતુ તે ગત વર્ષ કોરોનાના કારણે જઈ શકી નહીં. આ કોવિડે અમને અનુભવ કરાવ્યો છે કે, વર્તમાનમાં રહેવાની જરૂરિયાત છે. તમારાથી જે થઈ શકે પ્રિયજનો માટે કરો, જ્યારે પણ કરી શકો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે