IPLમાં આ વખતે તૂટશે લસિથ મલિંગાનો રેકોર્ડ, પરંતુ વિદેશી ખેલાડીઓનો જ રહેશે દબદબો
ઈન્ડિયન પ્રીમિયર લીગ સિઝનની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. આ વખતે ફરી બોલરો અને બેટ્સમેનોની વચ્ચે એકબીજાથી આગળ નીકળવાની હરિફાઈ જામશે. સાથે જ ટીમને ટાઈટલ જીતાડવા પર પણ નજર રહેશે. તેની વચ્ચે આ વખતે આઈપીએલમાં ઘણા સમયથી બોલિંગમાં અતૂટ રહેલો લસિથ મલિંગાનો એક રેકોર્ડ તૂટવાનો નક્કી છે. આઈપીએલમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ લસિથ મલિંગાના નામે છે. આઈપીએલ 2022 સિઝનની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. ત્યારે આ વખતે લસિથ મલિંગાનો રેકોર્ડ તૂટી શકે છે.
Trending Photos
નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગ સિઝનની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. આ વખતે ફરી બોલરો અને બેટ્સમેનોની વચ્ચે એકબીજાથી આગળ નીકળવાની હરિફાઈ જામશે. સાથે જ ટીમને ટાઈટલ જીતાડવા પર પણ નજર રહેશે. તેની વચ્ચે આ વખતે આઈપીએલમાં ઘણા સમયથી બોલિંગમાં અતૂટ રહેલો લસિથ મલિંગાનો એક રેકોર્ડ તૂટવાનો નક્કી છે. આ રેકોર્ડ આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધારે વિકેટ લેવાનો છે. તેમાં સૌથી મોટી વાત એ છે કે રેકોર્ડ તૂટ્યા પછી પણ સૌથી વધારે વિકેટ લેવાના મામલામાં દબદબો વિદેશી ખેલાડીઓનો જ રહેવાનો છે.
બ્રાવોની પાસે મલિંગાનો રેકોર્ડ તોડવાની તક:
આઈપીએલમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાની ટીમના પૂર્વ બોલર લસિથ મલિંગાની પાસે છે. તેણે 122 મેચમાં 170 વિકેટ ઝડપી છે. તેની એકદમ પાછળ વેસ્ટ ઈન્ડિઝનો ડ્વેન બ્રાવો છે. બ્રાવોએ અત્યાર સુધી 151 મેચમાં 167 વિકેટ લીધી છે. આ સિઝનમાં ચાર વિકેટ લેતાંની સાથે જ મલિંગાને પછાડીને બ્રાવો મોસ્ટ વિકેટ ટેકરનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. આ રીતે મલિંગાના હટવા પર આ રેકોર્ડ પણ વિદેશી પ્લેયરના નામે જ રહેશે. ડ્વેન બ્રાવોને આ વખતે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 4.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
IPLમાં સૌથી વધારે વિકેટ લેનાર લેનારા ટોપ-10 બોલર:
1. લસિથ મલિંગા, શ્રીલંકા, 122 મેચ, 170 વિકેટ
2. ડ્વેન બ્રાવો, વેસ્ટ ઈન્ડિઝ, 151 મેચ, 167 વિકેટ
3. અમિત મિશ્રા, ભારત, 154 મેચ, 166 વિકેટ
4. પીયૂષ ચાવલા, ભારત, 165 મેચ, 156 વિકેટ
5. હરભજન સિંહ, ભારત, 163 મેચ, 150 વિકેટ
6. રવિચંદ્રન અશ્વિન, ભારત, 167 મેચ, 145 વિકેટ
7. સુનિલ નરેન, વેસ્ટ ઈન્ડિઝ, 134 મેચ, 143 વિકેટ
8. ભુવનેશ્વર કુમાર, ભારત, 132 મેચ, 142 વિકેટ
9. યુઝર્વેન્દ્ર ચહલ, ભારત, 114 મેચ, 139 વિકેટ
10. જસપ્રીત બુમરાહ, ભારત, 106 મેચ, 130 વિકેટ
આ મામલામાં ભારતીય બોલરોની સ્થિતિ:
સૌથી વધારે વિકેટ લેવાના મામલામાં ત્રીજા નંબરે ભારતીય સ્પિનર અમિત મિશ્રા અને ચોથા નંબરે પીયૂષ ચાવલા છે. આ બંનેને કોઈ ખરીદદાર મળ્યું નહીં. તેના કારણે આ બંને આ સિઝનમાં રમશે નહીં. 5મા નંબરે હરભજન સિંહ છે. જે નિવૃતિ લઈ ચૂક્યો છે. છઠ્ઠા નંબરે રવિચંદ્રન અશ્વિન છે. જેણે અત્યાર સુધી 167 મેચમાં 145 વિકેટ લીધી છે. પરંતુ મલિંગા અને બ્રાવોનો રેકોર્ડ તોડવાથી તે ઘણો દૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે