કોઈપણ ફોર્મેટમાં રમવું ખેલાડીઓની વ્યક્તિગત પસંદઃ ધોની

સુનીલ ગાવસ્કરે હાલમાં કહ્યું હતું કે, મેચ ફિટ રહેવા માટે ધોનીએ પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં રમવું જોઈએ. 
 

 કોઈપણ ફોર્મેટમાં રમવું ખેલાડીઓની વ્યક્તિગત પસંદઃ ધોની

ચેન્નઈઃ ભારતના ઘણા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો આ વર્ષે રણજી ટ્રોફીમાં ન રમવા પર થઈ રહેલા આલોચના પર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શુક્રવારે કહ્યું કે, લોકોએ વ્યક્તિગત પસંદગીની આલોચના કરવાથી બચવું જોઈએ. 

યુજવેન્દ્ર ચહલ અને શિખર ધવન આ વર્ષે રણજીમાં નથી રમ્યા જ્યારે ભારત માટે માત્ર એક ફોર્મેટમાં રમનાર અંબાતી રાયડૂએ પ્રથમ શ્રેણીના ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી 2014મા સંન્યાસ લઈ લીધો હતો. 

સુનીલ ગાવસ્કરે હાલમાં કહ્યું હતું કે, મેચ ફિટ રહેવા માટે તેણે પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં રમવું જોઈએ. ધોનીએ બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અને ઈન્ડિયા સીમેન્ટના પ્રમુખ એન શ્રીનિવાસનના પુસ્તક વિમોચનના અવસરે કહ્યું, ખેલાડીઓને સંભાળવા જરૂરી છે. આપણે ડોમેસ્ટિક સર્કિકને છોડી ઓછી મહત્વપૂર્ણ બનાવવી જોઈએ. આ સિવાય ટી20 ક્રિકેટ અને વ્યક્તિગત પસંદની પણ વધુ આલોચના ન કરવી જોઈએ. 

ધોનીએ ભારતીય ટીમના દરેક ક્ષેત્રમાં પ્રદર્શન પર સંતોષ વ્યક્ત કર્યો અને ઓસ્ટ્રેલિયામાં સફળતાનો શ્રેય બોલરોને આપ્યો હતો. તેણે કહ્યું, આપણે જે રીતે રમી રહ્યાં છીએ, હું ઘણો ખુશ છું. તેણે કહ્યું, આપણા બોલર 20 ટેસ્ટ વિકેટ ઝડપી રહ્યાં છે અને આપણી પાસે દરેક ટેસ્ટ મેચ જીતવાની તક છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news