ONE DAY CRICKET MATCHES ની કેવી રીતે થઈ હતી શરૂઆત? જાણો વરસાદ અને વન-ડે મેચના કનેક્શન વિશેનો રોચક કિસ્સો

50 વર્ષ પહેલાં જો આ મેચમાં વરસાદ ના વરસ્યો હોત તો કદાચ ONE DAY મેચનું કોઈ અસ્તિત્વ ના હોતઃ બંને દેશના ક્રિકેડ બોર્ડના સત્તાધીશોએ એક મોટા નિર્ણય લીધો. જે મેલર્બનના લોકોના મનોરંજનના હિતમાં પણ હતો અને બંને ટીમના ખેલાડીઓને આર્થિક નફો પણ આ મેચથી મળ્યો હતો. જેમાં નક્કી કરવામાં આવ્યું કે અંતિમ દિવસે 40-40 ઓવરની (8 બોલની એક આવર) મેચ રમાશે. પણ આ મેચ માટે સ્પોન્સર શોધવું ખૂબ મુશ્કેલ હતું.

ONE DAY CRICKET MATCHES ની કેવી રીતે થઈ હતી શરૂઆત? જાણો વરસાદ અને વન-ડે મેચના કનેક્શન વિશેનો રોચક કિસ્સો

યશ કંસારા, અમદાવાદઃ ક્રિકેટ, ગ્લેમર, પૈસા અને બજાર..... આ તમામનું કોક્ટેલ ક્યાં તૈયાર થાય. એ તમામનું કોક્ટેલ એટલે ક્રિકેટ અને તેમાં પણ 50 ઓવરની મેચ એટલે એક ક્રિકેટ પ્રેમી માટે મઝાનો દિવસ. તો તમે કોઈ દિવસ વિચાર્યું કે કેવી રીતે વન-ડે મેચ એટલે કે 50 ઓવરની મેચ કેવી રીતે અસ્તિત્વમાં આવી ક્રિકેટમાં. 50 વર્ષ એક મેચ એવી હતી જેમાં જો કદાચ વરસાદ ના પડ્યો હોત તો આજે આપણે 50 ઓવરનો મેચથી અને તેમા એક્સાઈટમેન્ટ કોઈ દિવસ મેહસૂસ જ ના કરી શક્યા હોત. તો ચાલો જાણીએ એ રસપ્રદ મેચ વિશે.

કેવી રીતે શરૂ થઈ ટેસ્ટ મેચમાં થઈ વન-ડે મેચ?
1970માં ઈંગ્લેન્ડની ટીમ એશિઝ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. એ દિવસોમાં એક સિરીઝમાં 6 ટેસ્ટ મેચો રમાતી હતી. પ્રથમ ટેસ્ટ મેચ બ્રિસ્બેનમાં રમાઈ હતી અને તે ડ્રો થઈ હતી. બીજી ટેસ્ટ મેચ પર્થમાં રમાઈ હતી અને તેનો પણ કોઈ નિર્ણય નહતો આવ્યો. હવે વારી આવી ત્રીજી ટેસ્ટ મેચની જે મેલર્બનમાં 29 ડિસેમ્બરથી રમાવાની હતી. પરંતુ, તે મેચના પ્રથમ ત્રણ દિવસ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ મેચના અંપાયરો અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ઓફ્સિયસ્એ આ ટેસ્ટને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. પણ તે દિવસોમાં ક્રિકેટ મેચને ઈન્સયોરન્સ કરાવવાનું ચલણ નહતું. આ ટેસ્ટ મેચ રદ્દ થતાં આયોજકોને 80 હજાર પાઉન્ડનો ફટકો પડ્યો હતો. મેલર્બન ટેસ્ટની જે ટિકીટો વહેંચાઈ હતી, તેના પૈસા દર્શકોને પાછા ચુકાવવા પડતે. જેના કારણે બંને દેશના ઓફ્સિયલસ્એ નિર્ણય લીધો કે સિરીઝના અંતમાં એક 7મી મેચ રમાશે. પરંતુ, ઈંગ્લેન્ડના ખેલાડીઓએ વધુ એક મેચ માટે વધુ પૈસાની માંગણી કરી હતી. તે સમયે પ્લેયર્સને દિવસના હિસાબે રમવા માટેના પૈસા આપવામાં આવતા હતા. કોન્ટ્રાક્ટ અને સ્પોન્સર્સનું કોઈ ચલણ નહતું.

બંને દેશના ક્રિકેડ બોર્ડ ના સત્તાધીશોએ લીધો મહત્વનો નિર્ણય
ત્યારબાદ બંને દેશના ક્રિકેડ બોર્ડના સત્તાધીશોએ એક મોટા નિર્ણય લીધો. જે મેલર્બનના લોકોના મનોરંજનના હિતમાં પણ હતો અને બંને ટીમના ખેલાડીઓને આર્થિક નફો પણ આ મેચથી મળ્યો હતો. જેમાં નક્કી કરવામાં આવ્યું કે અંતિમ દિવસે 40-40 ઓવરની (8 બોલની એક આવર) મેચ રમાશે. પણ આ મેચ માટે સ્પોન્સર શોધવું ખૂબ મુશ્કેલ હતું. તંબાકુ બનાવનારી રોથમૈંસ કંપની આ મેચની સ્પોન્સર બની હતી. અને તે પણ માત્ર 5 હજાર પાઉન્ડમાં. જેમાં, 90 પાઉન્ડ મેન ઓફ થ મેચને આપવામાં આવ્યા હતા. કંપનીએ આ મેચ વહેંચવા માટે 20 હજાર ટિકીટનું લક્ષ્ય રાખયો હતો.

શું થયું મેચમાં?
5 જાન્યુઆરી 1971ના રોજ આ મેચ રમવામાં આવી. ઈંગ્લીશ 11 અને ઓસ્ટ્રેલિયા 11 આ નામથી બે ટીમો ગ્રાઉન્ડમાં ઉતરી. મેચ પહેલાં સર ડોન બ્રેડમેન બંને ટીમોના ખેલાડીઓને મળ્યા અને તેમનો ઉત્સાહ વધાર્યો. ઓસ્ટ્રેલિયા 11ના કેપ્ટન બિલ લોરીએ ટોસ જીત્યો અને ઈંગ્લીશ 11ના કેપ્ટન રે ઈલિંગવર્થને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. ઈંગ્લેન્ડ 11ની ટીમ 39.4 ઓવરમાં 190 રને ઓલ આઉટ થઈ હતી. મિડલ ઓર્ડર બેટસ્મેન જોન એન્ડ્રિચે સૌથી વધારે 82 રન ફટકાર્યા હતા. હવે ઓસ્ટ્રેલિયા સામે 40 ઓવર (320 બોલમાં) 191 રન બનાવવાનો ટાર્ગેટ હતો. જે ટાર્ગેટને ચેઝ કરતા ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવી હતી અને સૌથી વધુ રન ઓસ્ટ્રેલિયન 11માંથી ઈયાન ચૈપલે 60 રન માર્યા હતા.

કોણ બન્યું મેન ઓફ ધ મેચ
ઈંગ્લીશ 11ના જોન એન્ડ્રિચને મેન ઓફ ધ મેચનું 90 પાઉન્ડનું ઈનામ આપવામાં આવ્યું હતું અને તે બન્યા ઈતિહાસના પ્રથમ ક્રિકેટર જે વન-ડે મેચમાં મેન ઓફ ધ મેચ.

No description available.

સર ડોન બ્રેડમેને આ મેચ બાદ શું કહ્યું?
મેચ બાદ સર ડોન બ્રેડમેને મેલર્બન ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર દર્શકોને સંબોધન કર્યું હતું. અને કહ્યું હતું કે, આજે તમે બધાએ ઈતિહાસ બનતા જોયો છે. અને નક્કી ત્યારબાદ વન-ડે ક્રિકેટે લોકોના દિલમાં એક અલગ જ છાપ છોડી હતી.

પ્રથમ મેચમાં થયો પૈસાનો વરસાદ
આ મેચમાં સ્પોન્સર્સે માત્ર 20 હજાર ટિકીટ વહેંચવાનો ટાર્ગેટ રાખ્યો હતો. જો કે આ મેચની 46 હજાર ટિકીટ વહેંચાઈ હતી. જેના કારણે સ્પોન્સર્સને મોટો નફો થયો હતો. ત્યારબાદ ICC દ્વારા આ ફોર્મેટને આંતરરાષ્ટ્રીય મેચની માન્યતા આપી હતી.

શું તમે જાણો છો વન-ડે મેચની આ વાતો?
1971 પછીના સમયગાળામાં વન-ડે મેચ 60 ઓવરની રમાતી હતી. કારણ કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં દિવસો લાંબા હતા અને આખા દિવસમાં 120 ઓવર રમી શકાતી હતી. પરંતુ ભારતીય ઉપખંડમાં 60 ઓવરની રમતમાં સમસ્યા આવતી હતી. કારણ કે અહીં દિવસ ટૂંકો હતો અને સૂર્યપ્રકાશ વધુ સમય રહેતો નથી. આ કારણોસર, 90ના દાયકામાં, આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ દેશો વચ્ચે એકરૂપતા લાવવા તે ઘટાડીને 50 ઓવર કરવામાં આવ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news