મને લાગે છે કે પૃથ્વી શો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તૈયાર છેઃ અગરકર
ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં ઓપનિંગ બેટ્સમેનોની નિષ્ફળતા બાદ મયંક અગ્રવાલ અને પૃથ્વી શોને ટીમમાં સ્થાન મળશે તેવી અટકળો ચાલી રહી છે.
Trending Photos
મુંબઈઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનનું એક મોટી કારણ ઓપનિંગ બેટ્સમેનોની નિષ્ફળતા છે. ભારતીય ટીમે આ પ્રવાસમાં ત્રણ બેટ્સમેનો મુરલી વિજય, શિખર ધવન અને કેએલ રાહુલને ઓપનર તરીકે અજમાવવામાં આવ્યા છે પરંતુ તમામ કોઇ પ્રભાવ છોડવામાં અસફળ રહ્યાં છે. હવે તેવી ચર્ચાઓ છે કે ફોર્મમાં ચાલી રહેલા ઓપનર્સ મયંક અગ્રવાલ અને પૃથ્વી શો જેણે ભારત એ ટીમ માટે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની એ ટીમો વિરુદ્ધ સારૂ પ્રદર્શન કર્યું છે, જેને અંતિમ બે મેચ માટે આમંત્રણ આવી શકે છે.
સોમવારે ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરે શોની પ્રશંસા કરતા તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તૈયાર ગણાવ્યો. મુંબઈના મુખ્ય પસંદગીકાર અગરકરે કહ્યું, તે સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. મેં હાલમાં તેને બેટિંગ કરતા જોયો નથી કારણ કે ઈન્ડિયા એના મેચોનું ટીવી પર પ્રસારણ થઈ રહ્યું નથી.
આ સિવાય અગરકરે કહ્યું, તે આ બે ટેસ્ટ મેચ માટે તૈયાર છે, આ હું ન કહી શકું પરંતુ તેણે ડોમેસ્ટિક સ્તર પર ઘણા રન બનાવ્યા છે અને આમ જ તમે તમારો દાવો રજૂ કરી શકો છો પરંતુ છેલ્લી સીઝનમાં તેણે ખૂબ રન બનાવ્યા છે. છેલ્લી બે સીઝનમાં તે સ્થાનિક સ્તર પર ખૂબ રન બનાવી રહ્યાં છે. તેવામાં મને કોઇ કારણ દેખાતું નથી કે આખરે કેમ શો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તૈયાર નથી.
શોએ ડોમેસ્ટિક મેચોમાં ઘણા રન બનાવ્યા છે. 14 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેણે 1418 રન બનાવ્યા છે. તેની બેટિંગ એવરેજ 56.72ની રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે