સરફરાઝ રનઆઉટ થતાં જાડેજાને થયો પસ્તાવો, ઈન્સ્ટાગ્રામ પર માંગી માફી

Ravindra Jadeja: આ રનઆઉટ બાદ ક્રિકેટ ફેન્સ જાડેજાથી નારાજ થઈ ગયા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ નારાજ જોવા મળ્યો હતો. હવે આ ઘટના પર જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે. 
 

સરફરાઝ રનઆઉટ થતાં જાડેજાને થયો પસ્તાવો, ઈન્સ્ટાગ્રામ પર માંગી માફી

રાજકોટઃ Sarfaraz Khan Run Out: ક્રિકેટના ઉભરતા યુવા સિતારા સરફરાઝ ખાનને લાંબા સમય બાદ તક મળી તો તેણે શાનદાર અડધી સદી ફટકારી દીધી. તેણે ઈનિંગની શરૂઆતથી આક્રમક વલણ અપનાવ્યું અને 48 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. પરંતુ આ વચ્ચે જાડેજા સાથે થયેલી ગેરસમજણને કારણે તે રનઆઉટ થઈ ગયો હતો. ત્યારબાદ આ રનઆઉટ માટે લોકો જાડેજાને દોષી ઠેરવવા લાગ્યા. હવે જાડેજાએ તેના પર પ્રતિક્રિયા આપી છે. તેણે ઈન્સ્ટાગ્રામ દ્વારા સરફરાઝની માફી માંગી છે. તેણે પોતાની એકાઉન્ટ પર સ્ટોરી બનાવતા લખ્યું કે સરફરાઝ ખાન માટે હું દુખ અનુભવી રહ્યો છું. આ મારી ભૂલને કારણે થયું છે. ખુબ સારૂ રમ્યો સરફરાઝ.

હકીકતમાં રવિન્દ્ર જાડેજાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ચાલી રહેલા મામલાનો અંત આવી ગયો, જેમાં જાડેજાને આ રનઆઉટ માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. જાડેજાએ તેના પર માફી માંગી લીધી છે. સાથે તેણે બેટિંગ માટે સરફરાઝની પ્રશંસા પણ કરી છે. કારણ કે સોશિયલ મીડિયા પર આ રનઆઉટને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

જાડેજાથી નારાજ થયા હતા ક્રિકેટ ફેન્સ
હકીકતમાં 66 બોલમાં 62 રન બનાવી રમી રહેલો સરફરાઝ અચાનક તે સમયે રનઆઉટ થઈ ગયો જ્યારે 99 રન પર બેટિંગ કરી રહેલા જાડેજા સાથે તે ગેરસમજણનો શિકાર બન્યો હતો અને ક્રિકેટ ફેન્સ દુખી થઈ ગયા હતા. આ ઘટના બાદ રોહિત શર્મા પણ ડ્રેસિંગ રૂમમાં બેસી નારાજ થયો હતો. રોહિતે પોતાની કેપ ઉતારી નીચે ફેંકી દીધી હતી. તેનાથી સ્પષ્ટ હતું કે સરફરાઝ રનઆઉટ થયાથી કેપ્ટન રોહિત શર્મા નારાજ થયો હતો. 

સરફરાઝે પણ આપી પ્રતિક્રિયા
પરંતુ આ રનઆઉટ પર સરફરાઝે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. દિવસની રમત સમાપ્ત થયા બાદ પત્રકાર પરિષદમાં કહ્યું કે તે સમયે ગેરસમજણ થઈ, પરંતુ આ બધુ રમતનો ભાગ છે. તેણે કહ્યું કે બાદમાં જાડેજા સાથે તેની વાત થઈ અને તેણે કહ્યું કે ગેરસમજણને કારણે આ થયું, પરંતુ મેં કહ્યું ઠીક છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news