RCB vs CSK:આજે સામસામે ટકરાશે ધોની અને કોહલી, જાણો RCB અને CSK ની સંભવિત પ્લેઈંગ-11
CSK vs RCB: IPLમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામસામે ટકરાશે. આ મેચ બેંગ્લોરમાં રમાશે.
Trending Photos
RCB vs CSK Possible Playing11: MS ધોની અને વિરાટ કોહલી આજે (17 એપ્રિલ) IPLમાં એક્શનમાં હશે. આ બંને દિગ્ગજોની પોતપોતાની ટીમોને પોઈન્ટ ટેબલમાં ઉપર લાવવાની જવાબદારી હશે. અત્યારે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં ટોપ-5માંથી બહાર છે. આ બંને ટીમોએ આ સિઝનમાં ચાર-ચાર મેચ રમી છે અને બે-બે મેચ જીતી છે.
IPLની આ સિઝનમાં CSKની શરૂઆત હાર સાથે થઈ હતી, જો કે આ પછી ટીમે બે મેચ બેક ટુ બેક જીતી અને પછી ચોથી મેચમાં આ ટીમને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો. બીજી તરફ, આરસીબીએ આ સિઝનની શરૂઆત જીત સાથે કરી હતી પરંતુ પછીની બે મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી મેચમાં આ ટીમ જીતના ટ્રેક પર પરત ફરી છે.
CSK અને RCB ભલે પોઈન્ટ ટેબલમાં તળિયે હોય પરંતુ આ બંને ટીમ દરેક મેચ સાથે મજબૂત થઈ રહી છે. આ ટીમોના ખેલાડીઓ મેચ દ્વારા લયમાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:
અતીક-અશરફની હત્યાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, પૂર્વ જજ દેખરેખમાં તપાસની માંગ
રાશિફળ 17 એપ્રિલ: આ રાશિના લોકો આજે સાવધાન રહે, વૃશ્ચિક રાશિને થશે ધન લાભ
કોણ છે તે મહિલા જેના શ્રાપથી ખતમ થઈ ગયો અતીકનો પરિવાર? તમે પણ જાણો સમગ્ર કહાની
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
RCB પ્લેઇંગ-11 (પ્રથમ બેટિંગ): ફાફ ડુપ્લેસીસ (કેપ્ટન), વિરાટ કોહલી, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અનુજ રાવત, શાહબાઝ અહેમદ, વાનિંદુ હસરંગા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી/વેન પાર્નેલ, મોહમ્મદ સિરાજ .
RCB પ્લેઇંગ-11 (પ્રથમ બોલિંગ): ફાફ ડુપ્લેસીસ (કેપ્ટન), વિરાટ કોહલી, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી/વેન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ.
આરસીબી ઈમ્પેક્ટ પ્લેયર્સ: આકાશદીપ/અનુજ રાવત.
CSK પ્લેઈંગ-11 (પ્રથમ બેટિંગ): ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, ડ્વેન પ્રિટોરિયસ, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), તુષાર દેશપાંડ, મહિષ તીક્ષ્ણ.
CSK પ્લેઈંગ-11 (બોલિંગ પ્રથમ): ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, ડ્વેન પ્રિટોરિયસ, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), આકાશ સિંહ, તુષાર દેશપાંડે, મહિષ તીક્ષ્ણ.
CSK ઈમ્પેક્ટ પ્લેયર્સ: આકાશ સિંહ / અંબાતી રાયડુ.
આ પણ વાંચો:
આખરે એવું તે શું રંધાયું? ગુજરાત કોંગ્રેસમાં મોટી હિલચાલ, ખાનગી હોટલમાં બેઠક યોજાઈ
શિમરોન હેટમાયરની તોફાની અડધી સદી, રોમાંચક મેચમાં રાજસ્થાન સામે હાર્યું ગુજરાત
9 કલાકની પૂછપરછ બાદ CBI ઓફિસમાંથી બહાર આવ્યા કેજરીવાલ, બહાર આવીને કહ્યું કે....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે