IPL 2019: વિરાટની RCBની છઠ્ઠી હાર, સોશિયલ મીડિયા પર લોકોએ ઉડાવી મજાક
આઈપીએલની સિઝન-12માં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું છે. ટીમે અત્યાર સુધી 6 મેચ રમી છે અને તમામમાં તેનો પરાજય થયો છે.
Trending Photos
બેંગલુરૂઃ કાગિસો રબાડાની તોફાની બોલિંગ બાદ કેપ્ટન શ્રેયર અય્યરની અડધી સદીની મદથી દિલ્હી કેપિટલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2019)માં રવિવારે અહીં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ચાર વિકેટે હરાવ્યું હતું. આરસીબીની આ સિઝનમાં સતત છઠ્ઠી હાર છે અને ટીમને હજુ તેની પ્રથમ જીતનો ઇંતજાર ચે. આઈપીએલના ઈતિહાસમાં આરસીબી પ્રથમ ટીમ નથી, જેણે સતત છ હારથી શરૂઆત કરી છે. દિલ્હી ડેયરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) પણ 2013માં પોતાના શરૂઆતી છ મેચ હારી ગઈ હતી.
સ્ટાર બેટ્સમેનો અને બોલરોથી ભરેલી આરસીબીની ટીમ સતત ફ્લોપ થઈ રહી છે. તેવામાં સોશિયલ મીડિયા પર સતત આરસીબી અને વિરાટ કોહલીની મજાક ઉડાવવામાં આવી રહી છે.
IPL to RCB :
* As they can quit the tournament #RCBvDC pic.twitter.com/zGyWcHF9uZ
— Anshuman Mishra (@Anshuman987m) April 7, 2019
Options ka bhi pata nahi.. Solutions ka bhi.. @dominos#RCBvDC #VIVOIPL #VivoIPL2019 #SelectDugout #Virat pic.twitter.com/m03AevpThD
— SARBAJIT CHATTERJEE (@Cine_Sarbajit) April 7, 2019
Don't even feel like trolling RCB anymore after this embarrassing performance once again..#IPL2019#RCBvDC pic.twitter.com/jgru42PW4l
— . (@bevdashastri) April 7, 2019
Test team was laughing at present RCB performance!!! #RCBvDC pic.twitter.com/XJ6cdCgJpD
— Sach (@SachinNotOut99) April 7, 2019
RCB fans watching RCB's performance..#RCBvDC pic.twitter.com/iD9eVc7VF3
— Ashish (@ashishcdalal) April 7, 2019
And the most kindest cricket team in the universe award goes to @RCBTweets #RCBvDC #RCB #DC @sagarcasm pic.twitter.com/rMPdztyjyj
— ѕrιĸanтн (@Sehwag_cult) April 7, 2019
Rcb with same result😂😂😂 #RCBvDC pic.twitter.com/bHr2F5Q3p2
— Deepak Dey (@deydeepak15) April 7, 2019
મહત્વનું છે કે, આરસીબીના 150 રનના લક્ષ્યનો પીછો કરવા દિલ્હીની ટીમે અય્ર (67)ની ઈનિંગની મદદથી 18.5 ઓવરમાં છ વિકેટ પર 152 રન બનાવીને જીત મેળવી હતી. અય્યરે 50 બોલની ઈનિંગમાં બે છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા આરસીબીની ટીમ રબાડા (21 રનમાં 4 વિકેટ)ની ઘાતક બોલિંગની સામે 8 વિકેટ પર 149 રન બનાવી શકી હતી. ટીમ તરફથી કેપ્ટન વિરાટ કોહલી (41) અને મોઈન અલી (32) રન બનાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે