ભોપાલમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો: ITની રેડ બાદ પોલીસ અને CRPF વચ્ચે ઘર્ષણ

મધ્યપ્રદેશમાં પશ્ચિમ બંગાળની જેમ જ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે

ભોપાલમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો: ITની રેડ બાદ પોલીસ અને CRPF વચ્ચે ઘર્ષણ

ભોપાલ : મધ્યપ્રદેશમાં પશ્ચિમ બંગાળની જેમ જ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે ટક્કરનાં સમાચાર આવી રહ્યા છે. કમલનાથ સરકારની પોલીસ પ્લેટિનમ પ્લાઝા પહોંચી ચુકી છે અને સીઆરપીએફ સાથે ઘર્ષણ થઇ રહ્યું છે.  આ ઉપરાંત પોલીસે ભોપાલ અને ઇંદોરમાં દરોડા પાડવાનાં સ્થળો પર ઘુસણખોરીનાં પ્રયાસો પણ કર્યા. અત્રે ઉલ્લેખનીય છે કે ભોપાલનાં પ્લેટિનમ પ્લાઝામાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. અહીં છઠ્ઠા માળ પર પ્રતિક જોશી અને અશ્વિની શર્મા રહે છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી કમલનાથનાં ઓએસડી પ્રવીણ કક્કડનાં નજીકનાં અશ્વિની શર્મા અને પ્રતિક જોશીનાં ઘરે આવકવેરા વિભાગે સીઆરપીએફની મદદથી દરોડા પાડ્યા હતા. હાલ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. બીજી તરફ મધ્યપ્રદેશ પોલીસે શર્માનાં ઘરે પ્લેટિનમ પ્લાઝાને ઘેરી લીધું. મળતી માહિતી અનુસાર  પોલીસની સીઆરપીએફ સાથે બોલાચાલી પણ થઇ ગઇ હતી. 

MP પોલીસે કહ્યુ, લોકોની સગવડતા માટે અમે આવ્યા, દરોડા સાથે કોઇ લેવાદેવા નહી
ભોપાલનાં એસપી સિટી ભૂપિંદર સિંહે કહ્યું કે, દરોડાથી અમારા કોઇ લેવા દેવા નથી. આ એક રહેણાંક વિસ્તાર છે. અંદર એવા લોકો છે જેમને ડોક્ટરી મદદની જરૂર છે, તેઓ મદદ માટે સ્થાનીક એસએચઓને બોલાવી રહ્યા છે તેમણે દરોડાનાં કારણે સમગ્ર પરિસરને બંધ કરાવી દીધું છે. અમે લોકોની સગવડ માટે અહીં પહોંચ્યા છીએ. 

— ANI (@ANI) April 7, 2019

સીઆરપીએફએ કહ્યું અમને ગાળો ભાંડી રહ્યા છે મધ્યપ્રદેશ પોલીસનાં અધિકારીઓ
સીઆરપીએફનાં અધિકારી પ્રદીપ કુમારે કહ્યું કે, મધ્યપ્રદેશ પોલીસ અમને કામ નથી કરવા દેતા. તેઓ અમને ગાળો ભાંડી રહ્યા છે. અમે માત્ર પોતાનાં સીનિયરનાં આદેશોનું પાલન કરી રહ્યા છીએ. સીનિયર્સે અમને કોઇને પણ અંદર આવવા દેવાની મનાઇ કરી છે. કાર્યવાહી ચાલી રહી છે. એટલા માટે અમે કોઇને પણ અંદર નહી જવા દઇએ. અમે માત્ર અમારી જવાબદારી નિભાવી રહ્યા છીએ. 

એસએસપીને પ્રવીણ કક્કડે ઘરમાં ઘુસતા અટકાવ્યા
ઇંદોરમાં પ્રવીણ કક્કડનાં ઘરે એસએસપી રુચી વર્ધન મિશ્ર, એશપી યુસુફ કુરેશી અને પોલીસ ટીમ સાથે હાજર છે. એસએસપી રુચી વર્ધન મિશ્રને સીઆરપીએફનાં પ્રવિણનાં ઘરે અંદર જતા અટકાવ્યા છે. એસએસપીએ સીઆરપીએફનાં જવાનોને પોતાનો મોબાઇલ નંબર આપ્યો અને કહ્યું કે, કોઇ પણ જરૂરિયાની સ્થિતીમાં માહિતી આપે.

પહેલીવાર આવકવેરા વિભાગનાં દરોડામાં CRPF
આવકવેરા વિભાગનાં દરોડા ખુબ જ ગુપ્તા હતા. એટલે સુધી કે મધ્યપ્રદેશનાં આવકવેરા વિભાગનાં અધિકારીઓને પણ આ અંગે માહિતી નહોતી. દિલ્હીની ટીમે મધ્યપ્રદેશ પોલીસની પણ મદદ લીધી હતી. પહેલીવાર સીઆરપીએફને દરોડાની કાર્યવાહીમાં જોડવામાં આવ્યાનો પ્રથમ કિસ્સો છે. 

કમલનાથનાં નજીકનાં લોકોનાં 50 સંકુલો પર દરોડા
આવકવેરા વઇભાગે કમલનાથનાં ભત્રીજા રાતુલ પુરી, અંગત સચિવ અને પુર્વ પોલીસ અધિકારી પ્રવીણ કક્કડ, સલાહકાર રહેલા રાજેન્દ્ર કુમાર મિગલાની અને ભોપાલમાં પ્રતિક જોશી અને અશ્વિન શર્માનાં 50 સંકુલો પર દરોડા પાડ્યા હતા. હાલ અનેક સ્થળો પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આવકવેરા વિભાગને આ દરમિયાન કરોડો કેશ ઉપરાંત અનેક મહત્વપુર્ણ દસ્તાવેજો મળ્યા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news