Rishabh Pant Health Update: અકસ્માત બાદ હવે કેવી છે ઋષભ પંતની તબિયત? શું કહે છે ડોક્ટર?
ઓસ્ટ્રેલિયા સીરીઝ અને IPLમાંથી બહાર
શું કહી રહ્યાં છે નિષ્ણાત ડોક્ટરો
શું પંત ફરી ક્રિકેટ રમી શકશે ખરાં?
Trending Photos
Rishabh Pant Health Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતનો ભયાનક અકસ્માત થયો હતો. આ ઘટનાની જાણ થતાં ખુબ પ્રધાનમંત્રી મોદીએ પણ તેના હેલ્થની અપડેટ લીધી હતી. અને ઝડપથી તે રિકવર થાય તેના માટે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી હતી. ત્યારે જે પ્રકારે ક્રિકેટરનો અકસ્માત થયો હતો તે જોતા ચાહકોના મનમાં એક જ સવાલ છે કે શું પંત ફરીથી ક્રિકેટ રમી શકશે ખરાં? ત્યારે જાણીએ કે અકસ્માત બાદ હાલ તેવી છે પંતની સ્થિતિ? શું કહી રહ્યાં છે સારવાર કરી રહેલાં તબીબો...
ભારતીય ક્રિકેટર ઋષભ પંતનું ગત શુક્રવારે એક્સીડન્ટ થયું હતું, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પંત દિલ્હીથી પોતાના ઘરે રુડકી જઈ રહ્યો હતો ત્યારે તેની કારનું એક્સીડન્ટ થઈ ગયું હતું. દિલ્હી દેહરાદૂન હાઈવે પર તેની કાર ડિવાઈડર પર ચઢીને પલટી ગઈ હતી. પંતને પગ અને માથાના ભાગમાં ઈજા થઈ હતી. તેમની સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમને ICUમાં રાખવામાં આવ્યો હતો. મેક્સમાં તેની સારવાર નિઃશુલ્ક ચાલી રહી છે. હવે પંતના સ્વાસ્થ્યને લઈને જાણકારી સામે આવી છે.
પંતની કાર 30મી ડિસેમ્બરનાં રોજ વહેલી સવારે ડિવાઈડર સાથે અથડાયા બાદ સળગી ગઈ હતી. પંત ગમે તેમ કરીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. જેમાં હરિયાણા રોડવેજના બસ ડ્રાઈવર અને કંડકટરે પંતની મદદ કરી હતી. પંતને રુડકીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જે બાદ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.
પંતના સ્વાસ્થ્ય લઈને તાજા અપડેટ સામે આવ્યા છે. સમાચાર એજન્સી PTIએ પોતાના રિપોર્ટમાં સૂત્રોના અહેવાલથી જણાવ્યું કે પંતની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. અને તેમને ICUમાંથી ખાનગી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે રવિવારે સાંજે તેમની સ્થિતિમાં સુધારો થયા બાદ તેને ખાનગી વોર્ડમાં સ્થળાંતરિત કરવામાં આવ્યો હતો પરંતુ તેના પગમાં દુખાવો હજુ એટલો જ છે. તેમણે કહ્યું કે હજુ સુધી MRIની કોઈ યોજના નથી.
પંત IPLમાં રમવાનું પણ મુશ્કેલ લાગી રહ્યું છે. તે IPLમાં દિલ્હી કેપ્ટિલ્સના કેપ્ટન છે. જો તે નહીં રમી શકે તો આ ફ્રેન્ચાઈઝી માટે ચિંતાની વાત હશે. ફ્રેન્ચાઈઝીને હવે કેપ્ટન અને વિકેટકીપર તરીકે તેનો વિકલ્પ શોધવો પડશે. પંત જો બહાર થશે તો ડેવિડ વોર્નરને ટીમને કેપ્ટનશીપ મળી શકે છે. તેની પાસે IPLમાં કેપ્ટનશીપ કરવાનો અનુભવ પણ છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, દિલ્હી તેમજ જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA)ના નિર્દેશક શ્યામ શર્મા, બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર અને અનુપમ ખેરે હોસપિટલમાં પંત અને તેમના પરિવારની મુલાકાત કરી હતી. પંતને લિગામેન્ટ ટિયર છે અને આ ઈજાથી સ્વસ્થ થવામાં તેને ત્રણથી છ મહિનાનો સમય લાગી શકે છે. PTIએ પોતાના રિપોર્ટ જણાવ્યું હતું કે પંત આ ઈજાને કારણે ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાનારી ચાર મેચની ટેસ્ટ સીરીઝમાં નહીં રમી શકે. તે સ્વસ્થ થવામાં અને મેચ ફિટ થવામાં સમય લાગશે. પંતે અત્યાર સુધીમાં 33 ટેસ્ટમાં પાંચ સેન્ચુરી અને 11 હાફ સેન્ચુરી સહિત 2,271 રન બનાવ્યા છે. પંતે 30 વનડે અને 66 ટી20માં પણ દેશનું પ્રતિનિધિત્વ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે