T20Iમાં સૌથી વધુ 50 પ્લસનો સ્કોરઃ રોહિત શર્માએ વિરાટ કોહલીને પછાડ્યો
રોહિતે માઉન્ટ માઉંગાનુઈના બે ઓવલમાં ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની 21મી અડધી સદી ફટકારી અને 25મી વાર આ ફોર્મેટમાં 50 પ્લસનો સ્કોર બનાવ્યો. આ મેચમાં તે નંબર-3 પર બેટિંગ કરવા ઉતર્યો અને 60 રન નબાવી રિટાયર્ડ હર્ટ થયો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ રવિવારે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે અને તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વખત 50 કે તેથી વધુનો સ્કોર પૂરો કરનાર બેટ્સમેન બની ગયો છે. રોહિતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ માઉન્ટ માઉંગાનુઈમાં સિરીઝની ચોથી ટી20 આંતરરાષ્ટ્રીયમાં 60 રન બનાવ્યા અને તે રિટાયર્ડ હર્ટ થયો હતો.
તેણે ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની 21મી અડધી સદી ફટકારી અને 25મી વખત આ ફોર્મેટમાં 50 પ્લસનો સ્કોર બનાવ્યો છે. આ મેચમાં તે નંબર-3 પર બેટિંગ કરવા ઉતર્યો અને તેણે 60 રનનું યોગદાન આપ્યું હતું.
તેણે આ મામલામાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પછાડી દીધો છે. વિરાટે 24 વખત ટી20 આંતરરાષ્ટ્રીયમાં 50 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો છે. વિરાટના નામે 82 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની 76 ઈનિંગમાં કુલ 2794 રન નોંધાયેલા છે જેમાં 24 અડધી સદી છે. ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ અને પોલ સ્ટર્લિંગે 17-17 વખત આમ કર્યું છે. તો ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે 16 વખત 50થી વધુનો સ્કોર ટી20 આંતરરાષ્ટ્રીયમાં બનાવ્યો છે.
AUS W vs IND W: પેરીનું ઓલરાઉન્ડ પ્રદર્શન, ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે હરાવ્યું
રોહિતે આ સિરીઝની પાંચમી ટી20 મેચમાં વિરાટની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી હતી. વિરાટને આ મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. રોહિતે 41 બોલ પર 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. બાદમાં રોહિત ફીલ્ડિંગ કરવા ઉતર્યો નથી અને તેના સ્થાને રોહિતે આગેવાની કરી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે