Quinton de Kock: ડીકોકે વિશ્વકપ-2023માં ફટકારી ત્રીજી સદી, બનાવ્યો આ રેકોર્ડ
World Cup 2023: આઈસીસી વિશ્વકપ 2023માં આફ્રિકાના વિકેટકીપર બેટર ડીકોકે બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારી છે. આ ટૂર્નામેન્ટમાં ડીકોકની ત્રીજી સદી છે. આ સદી સાથે તેણે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે.
Trending Photos
મુંબઈઃ Quinton de Kock's Third Century In World Cup 2023: ક્વિંટન ડીકોકે વિશ્વકપ 2023ના પાંચમાં મુકાબલામાં ત્રીજી સદી ફટકારી દીધી છે. ડીકોક શાનદાર બેટિંગ કરી પોતાના છેલ્લા વિશ્વકપને યાદગાર બનાવી રહ્યો છે. મુંબઈમાં બાંગ્લાદેશ સામે ચાલી રહેલી વિશ્વકપની મેચમાં ડીકોકે શાનદાર બેટિંગ કરતા 174 રન ફટકાર્યા હતા. આ સાથે ડી કોક વિશ્વકપની એક એડિશનમાં ત્રણ સદી ફટકારનાર સાઉથ આફ્રિકાનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ તેના વનડે કરિયરની 20મી સદી હતી.
વિશ્વકપમાં ત્રીજી સદી
ડીકોકે બાંગ્લાદેશ સામે 140 બોલમાં 15 ચોગ્ગા અને 7 સિક્સ સાથે 174 રન ફટકાર્યા હતા. આ વિશ્વકપમાં ડીકોકની ત્રીજી સદી છે. આ સદી સાથે ડીકોક વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 20 સદી ફટકારનાર ચોથો ખેલાડી બની ગયો છે. તેણે 150મી ઈનિંગમાં 20મી સદી ફટકતારી હતી. આ લિસ્ટમાં હાશિમ અમલા પ્રથમ નંબરે યથાવત છે. અમલાએ 108 ઈનિંગમાં 20 સદી પટકારી હતી. તો આ લિસ્ટમાં બીજા ક્રમે વિરાટ કોહલી છે, જેણે 133 ઈનિંગમાં 20 વનડે સદી પૂરી કરી હતી.
વનડેમાં સૌથી ઝડપી 20 સદી
108 ઇનિંગ્સ – હાશિમ અમલા
133 ઇનિંગ્સ - વિરાટ કોહલી
142 ઇનિંગ્સ - ડેવિડ વોર્નર
150 ઇનિંગ્સ - ક્વિન્ટન ડી કોક*
175 ઇનિંગ્સ - એબી ડી વિલિયર્સ
183 ઇનિંગ્સ - રોહિત શર્મા
195 ઇનિંગ્સ - રોસ ટેલર
197 ઇનિંગ્સ - સચિન તેંડુલકર.
સાઉથ આફ્રિકાએ વિશ્વકપ 2023નો પ્રથમ મુકાબલો શ્રીલંકા વિરુદ્ધ રમ્યો હતો, જેમાં ડીકોકે 100 રન ફટકાર્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી મેચમાં તેણે 109 રન બનાવ્યા હતા. હવે બાંગ્લાદેશ સામે ત્રીજી સદી ફટકારતા 174 રન બનાવ્યા છે.
વનડેમાં 150મી મેચમાં સદી ફટકારનાર 8મો ખેલાડી
ડીકોકે વિશ્વકપ 2023 શરૂ થતાં પહેલા જાહેરાત કરી દીધી હતી કે તે મેગા ઈવેન્ટ બાદ એકદિવસીય ક્રિકેટને અલવિદા કહી દેશે. પરંતુ તેનું આ ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મ જોવા મળ્યું છે. ડીકોકની આ વિશ્વકપમાં ત્રીજી સદી છે. તો તે પોતાની 150મી વનડે મેચમાં સદી ફટકારનાર આઠમો ખેલાડી બની ગયો છે. આ પહેલા ક્રિસ ગેલ, નાથન એસ્લે, એન્ડી ફ્લાવર, રિકી પોન્ટિંગ, રોસ ટેલર, સીન વિલિયમ્સ અને સનથ જયસૂર્યા આ સિદ્ધિ મેળવી ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે