VIDEO: 14 ચોગ્ગા, 22 છગ્ગા, 43 બોલમાં 193 રન..પીચ પર આવતા જ ધોકાવાળી ચાલુ કરી દે છે આ ખેલાડી
યુરોપિયન ક્રિકેટની T20 મેચમાં હમઝા સલીમ ડારે 43 બોલમાં 193 રનની અણનમ ઇનિંગ રમી હતી અને T10 મેચમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. આ આખી મેચમાં ફક્ત ચોગ્ગા અને છગ્ગાવાળી જોવા મળી હતી.
Trending Photos
European Cricket : યુરોપિયન ક્રિકેટ સિરીઝ (ECS) T10ની એક મેચમાં, હમઝા સલીમ ડારે 43 બોલમાં 14 ચોગ્ગા અને 22 છગ્ગા સાથે 193 અણનમ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગના કારણે હમઝાની ટીમે મેચમાં 257 રન બનાવ્યા હતા. જેઓ 153 રનની જંગી માર્જિનથી જીતી ગયા હતા.
મંગળવારે T10 મેચમાં ક્રિકેટ પ્રેમીઓને જબરદસ્ત 'રનોનો વરસાદ' જોવા મળ્યો અને એક મોટો વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. યુરોપિયન ક્રિકેટ સિરીઝ (ECS) T10 ની એક મેચમાં, હમઝા સલીમ ડારે 43 બોલમાં 193 અણનમ રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમાં 14 ચોગ્ગા અને 22 છગ્ગાનો સમાવેશ થાય છે. હમઝાએ કેટાલુન્યા જગુઆર માટે સોહલ હોસ્પીટલેટ (Catalunya Jaguar vs Sohal Hospitalet) સામે આ ઇનિંગ રમી હતી. આ T10 ક્રિકેટમાં બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર છે. અગાઉનો રેકોર્ડ લુઈસ ડુ પ્લૂયના નામે હતો જેણે T10 મેચમાં 163 રન બનાવ્યા હતા.
આ પણ ખાસ વાંચોઃ World Cup માં ભારતની હારનું સૌથી મોટું કારણ આવ્યું સામે, જાણીને ખુબ દુઃખી થશે ચાહકો
આ પણ ખાસ વાંચોઃ દિગ્ગજ અભિનેતાનું નિધન! એક સમયે બચ્ચન કરતા પણ મોંઘી ગાડીઓમાં ફરતો હતો આ કલાકાર
આ પણ ખાસ વાંચોઃ TV એન્કર, રેડિયો જોકીમાંથી MLA બની આ છોકરી, પહેલાં મજાક ઉડાવી હવે ફોટા પડાવવા પડાપડી
ક્રિકેટ મેચનો વીડિયોઃ
𝗪𝗢𝗥𝗟𝗗 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 𝗞𝗡𝗢𝗖𝗞!🤯
Hamza Saleem Dar's 43-ball 1️⃣9️⃣3️⃣ not out is the highest individual score in a 10-over match.😍 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/4RQEKMynu2
— European Cricket (@EuropeanCricket) December 6, 2023
હમઝાની આ ઇનિંગની મદદથી કેટાલોનિયા જગુઆર ટીમ 10 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 257 રનનો વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહી હતી. જવાબમાં સોહેલ હોસ્પીટેલેટની ટીમ 10 ઓવરમાં હમઝાનો સ્કોર પણ પાર કરી શકી ન હતી. ટીમ 10 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 104 રન જ બનાવી શકી અને 153 રનના વિશાળ અંતરથી મેચ હારી ગઈ.
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતનું આ સ્થળ જેટલું સુંદર છે એટલું જ ખતરનાક, અહીં એકાંત માણવા આવે છે પ્રેમીઓ
આ પણ ખાસ વાંચોઃ જો એ દિવસે કુતરા સામે સસલું ના લડ્યું હોત તો...આજે અમદાવાદ ના હોત! જાણો છો આ કહાની?
આ પણ ખાસ વાંચોઃ અમદાવાદનો કિલ્લો સવારે બનતો અને રાત્રે તૂટી જતો, બાદશાહ સામે બાબા કાંચની બોટલમાં ગયા
બાર્સેલોનામાં 5 ડિસેમ્બરે રમાયેલી આ મેચમાં કેટાલોનિયા જગુઆર ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમના ઓપનર હમઝા સલીમ દાર અને યાસિર અલીએ મેદાનમાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા અને 10 ઓવરમાં આઉટ થયા વિના સ્કોર 257 રન (25.7 રન પ્રતિ ઓવર) સુધી પહોંચાડ્યો.જ્યારે હમઝાએ 193 રન બનાવ્યા તો યાસિરે માત્ર 19 બોલમાં ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 58 રનની અણનમ ઇનિંગ રમી હતી. વિરોધી ટીમના તમામ બોલરોએ તેમની બે ઓવરના ક્વોટામાં 40થી વધુ રન આપ્યા હતા.
આ પણ ખાસ વાંચોઃ ભારતને મળી ગયો હવામાં સ્પિન કરાવતો જાદુગર બોલર, T20 વર્લ્ડ કપમાં જગ્યા પાક્કી!
આ પણ ખાસ વાંચોઃ આ ગુજરાતી ક્રિકેટરની સામે છે બધા ફેલ! બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ દરેકમાં છે એક્કો!
આ પણ ખાસ વાંચોઃ VIDEO: 14 ચોગ્ગા, 22 છગ્ગા, 43 બોલમાં 193 રન..પીચ પર ધોકો લઈને જ ઉભો રહે છે આ ખેલાડી
જવાબમાં સોહલ હોસ્પિટલની ટીમ 10 ઓવરમાં 104 રન જ બનાવી શકી હતી. રાજા શેહઝાદે સૌથી વધુ 25 રન અને કમર શહેઝાદે 22 રનનું યોગદાન આપ્યું હતું.કેટલોનિયા જગુઆરના હમઝાએ પણ બોલિંગમાં જોરદાર કૌશલ્ય દાખવ્યું હતું અને મહત્તમ ત્રણ વિકેટ લીધી હતી.
આ પણ ખાસ વાંચોઃ જોવા જેવા છે ગુજરાતના આ 22 વન! અલગ અલગ છે દરેકની ખાસિયત, હજુ ના જોયા હોય તો જોઈ લેજો
આ પણ ખાસ વાંચોઃ કેમ ગુજરાતની આ જગ્યાએ કરવામાં આવ્યું રામાયણનું શૂટિંગ? ફરી ધ્યાનથી જોજો દરેક સીન
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતમાં અહીં 7 અજાયબીઓ સાથે છે જંગલ સફારી, એડવેન્ચર, વોટર પાર્ક...બીજું ઘણું બધુ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે