Noami Osaka એ 12 મહિનામાં 55.2 મિલિયન ડોલરની કમાણી કરી રચ્યો ઈતિહાસ
made history by earning 55.2 million in 12 months: ઓસાકાએ છેલ્લાં 12 મહિનામાં કોર્ટની બહાર 55 મિલિયન ડોલર એટલે લગભગ 402 કરોડ રૂપિયાની કમાણી કરી. બ્રાંડ આ જાપાની ખેલાડીને પોતાની સાથે જોડવા માગે છે.
- જાપાનની ટેનિસ સ્ટાર છે નાઓમી ઓસાકા
12 મહિનામાં ઓસાકાએ કરી રેકોર્ડબ્રેક કમાણી
2018માં સેરેનાને હરાવીને જીત્યું હતું યૂએસ ઓપન
બ્લેક લાઈવ મેટર્સ આંદોલનની સમર્થક રહી છે ઓસાકા
Trending Photos
ટોક્યો: જાપાનની ટેનિસ સ્ટાર ખેલાડી નાઓમી ઓસાકા 2018માં ત્યારે ચર્ચામાં આવી. જ્યારે તેણે સેરેના વિલિયમ્સને હરાવીને યૂએસ ઓપનનું ટાઈટલ પોતાના નામે કર્યું. ચાર મહિના પછી તેણે બીજું ગ્રાન્ડસ્લેમ જીત્યું જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપન પર કબ્જો કર્યો. બે ગ્રાન્ડસ્લેમ જીતનારી તે જાપાનની પહેલી ખેલાડી બની.
બ્લેક લાઈવ મેટર્સ આંદોલનની સમર્થક:
છેલ્લાં 12 મહિના ખેલાડીઓ માટે મુશ્કેલીભર્યા રહ્યા છે. આ દરમિયાન ઓસાકાએ બે વધુ ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યા. અને સાથે જ ન્યૂયોર્કના રસ્તા પર પોલીસ શૂટિંગમાં માર્યા ગયેલા સાત બ્લેક્સના હકમાં અવાજ ઉઠાવતી પણ જોવા મળી.
12 મહિનામાં કરી 402 કરોડ રૂપિયાની કમાણી:
ઓસાકાની રમત અને વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને અનેક કંપનીઓ તેની સાથે જોડાઈ. પરિણામ એ આવ્યું કે છેલ્લાં 12 મહિનામાં તેણે લગભગ 55.2 મિલિયન અમેરિકી ડોલર એટલે 402 કરોડ રૂપિયાની કમાણી કરી. આ કોઈપણ મહિલા એથ્લેટની અત્યાર સુધીની સૌથી વધારે વાર્ષિક કમાણી છે. તેમાંથી 5.2 મિલિયનની કમાણી તેણે રમતથી મેળવી. જ્યારે બાકીની રમત સિવાય. ઓસાકા સ્પોર્ટિકોની દુનિયામાં સૌથી વધારે કમાણી કરનારી રમતની હસ્તીઓમાં 15મા ક્રમે છે.
અનેક કંપનીઓની છે બ્રાંડ એમ્બેસેડર:
ઓસાકા HR સોફ્ટવેરથી લઈને ઘડિયાળની કંપની Tag Heuer, ડેનિમ Levi's, ફેશન સ્ટોર Louis Vuittonનો સમાવેશ થાય છે. ઓસાકાની નાઈકી સાથે પણ ડીલ છે. અને સાથે જ એક રેસ્ટોરાં ચેનમાં પણ તેની ભાગીદારી છે.
જાપાની કંપનીઓ છે ઓસાકા પર મહેરબાન:
જાપાની માતા અને હૈતી-અમેરિકી પિતાના સંતાન ઓસાકા પર જાપાની કંપનીઓ પણ ઘણી મહેરબાન છે. તેની પાસે લગભગ અડધો ડઝન સ્પોન્સર બ્રાંડ જાપાની છે. ટોક્યો ઓલિમ્પિક પહેલાં 2020માં થવાનો હતો અને હવે 23 જુલાઈથી શરૂ થવાનો છે તેણે પણ ઓસાકાને પોતાની સાથે જોડી છે. કોર્ટની બહાર 50 મિલિયનની રકમ એટલી વધારે છે કે માત્ર રોજર ફેડરર, લેબોર્ન જેમ્સ અને ટાઈગર વુડસ જ તેનાથી આગળ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે