IPL માં ફરી કોરોનાની એન્ટ્રી, સનરાઇઝર્સનો ફાસ્ટ બોલર પોઝિટિવ


ઈન્ડિયન પ્રીમિયર લીગ પર ફરી કોરોનાનું સંકટ છવાયું છે. આજની મેચ પહેલા સનરાઇઝર્સનો ફાસ્ટ બોલર નટરાજન પોઝિટિવ આવ્યો છે. 

IPL માં ફરી કોરોનાની એન્ટ્રી, સનરાઇઝર્સનો ફાસ્ટ બોલર પોઝિટિવ

દુબઈઃ IPL માં એકવાર ફરી કોરોના ઘુસી ગયો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં આજે રમાનારી મેચ પર સંકટના વાદળો છવાયા છે. દિલ્હી કેપિટલ્સ સામે રમાનારી મેચની થોડી કલાકો પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદનો ટી નટરાજન કોરોનાથી પોઝિટિવ થયો છે. નટરાજનને ટીમથી અલગ રાખવામાં આવ્યો છે. હાલ તે આઈસોલેશનમાં છે. પરંતુ આઈપીએલ તરફથી ટ્વીટમાં જાણકારી આપવામાં આવી છે કે આજની મેચ રમાશે. 

મેડિકલ ટીમે કુલ છ ખેલાડીઓની ઓળખ કરી છે જેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 
1. વિજય શંકર- ખેલાડી
2. વિજય કુમાર- ટીમ મેનેજર
3. શ્યામ સુંદર જે- ફિઝિયોથેરેપિસ્ટ
4. અંજના વી- ડોક્ટર
5. તુષાર કેદાર- લોજિસ્ટિક્સ મેનેજર
6. પી. ગણેશન- નેટ બોલર.

બાકી ખેલાડીઓ અને અન્યનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. IPL ના ટ્વિટર હેન્ડલથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આજે સાંજે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાનાર સનરાઇઝર્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ સમય પર રમાશે. 

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આઈપીએલ 2021નો પ્રથમ ફેઝ ખુબ નિરાશાજનક રહ્યો હતો. જ્યાં ટીમે સાત મેચ રમી હતી અને છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદના ખાતામાં માત્ર બે પોઈન્ટ છે. જો દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો ટીમે પ્રથમ ફેઝમાં 8 મેચ રમી અને છ જીત મેળવી હતી. દિલ્હીની ટીમ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news