Suryakumar Yadav Catch: સૂર્યકુમાર યાદવના જે કેચે ભારતની જીત પાક્કી કરી, તેના પર કોણે વાંધો ઉઠાવ્યો? શેર કર્યો Video 

Watch Suryakumar Yadav Catch Video: મેચમાં સૂર્યકુમાર યાદવનો બાઉન્ડ્રી લાઈન પર  પકડેલો કેચ યાદગાર બની ગયો અને મેચનો જબરદસ્ત ટર્નિંગ પોઈન્ટ બની ગયો. જેણે મેચનું પાસું જ પલટી નાખ્યું. પરંતુ જે કેચે કમાલ કર્યો હવે તે જ કેચ પર સવાલ ઉઠી રહ્યા છે. 

Suryakumar Yadav Catch: સૂર્યકુમાર યાદવના જે કેચે ભારતની જીત પાક્કી કરી, તેના પર કોણે વાંધો ઉઠાવ્યો? શેર કર્યો Video 

T20 World Cup: 17 વર્ષના લાંબા ગાળા બાદ ટીમ ઈન્ડિયાએ એકવાર ફરીથી ટી20 વર્લ્ડ કપ પર કબજો જમાવ્યો છે. દક્ષિણ આફ્રીકાને રોમાંચક બનેલી ફાઈનલમાં કમાલના પ્રદર્શન થકી માત આપીને ખિતાબ પોતાના નામે કર્યો. આ મેચમાં સૂર્યકુમાર યાદવનો બાઉન્ડ્રી લાઈન પર  પકડેલો કેચ યાદગાર બની ગયો અને મેચનો જબરદસ્ત ટર્નિંગ પોઈન્ટ બની ગયો. જેણે મેચનું પાસું જ પલટી નાખ્યું. પરંતુ જે કેચે કમાલ કર્યો હવે તે જ કેચ પર સવાલ ઉઠી રહ્યા છે. 

અનેક ફેન્સ આ કેચને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે. કોઈ કહે છે કે સૂર્યકુમાર યાદવનો પગ બાઉન્ડ્રીના દોરડાને અડી ગયો તો કોઈ ફેન્સે આઈસીસીના નિયમોનો હવાલો આપીને તેને છગ્ગો ગણાવ્યો. 

કેમ ઉઠ્યા છે સવાલ?
વાત જાણે એમ છે કે ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં 16 રન ડિફેન્ડ કરવાના હતા. હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો. તેની બોલિંગમાં દક્ષિણ આફ્રીકાનો બેટર ડેવિડ મિલર ક્રિસ પર હતો. હાર્દિકની બોલિંગના પહેલા જ બોલને હવામાં ઉછાળીને ડેવિડ મિલરે છગ્ગો મારવાની કોશિશ કરી અને બોલને બાઉન્ડ્રી પર મોકલ્યો. પણ સૂર્યકુમાર યાદવે કમાલની રીતે એ કેચ પકડ્યો. આ કેચને છગ્ગો ગણાવાઈ રહ્યો છે. 

આ પાંચ સેકન્ડ એ એવી પળો હતી જેણે દરેક ભારતીયના હ્રદયના ધબકારા વધારી દીધા હતા. જો ડેવિડ મિલરનો આ શોટ છગ્ગો ગણાઈ ગયો હોત તો મેચનું પાસું પલટાઈ પણ શક્યું હોત. પરંતુ કેચ ગણાઈ જતા ભારતનું પલડું ભારે થઈ ગયું. હવે આ કેચના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં દક્ષિણ આફ્રીકાના ફેન્સ દ્વારા થર્ડ એમ્પાયરે ભૂલ કરી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. 

દ.આફ્રીકી ફેને શેર કર્યો વીડિયો
દક્ષિણ આફ્રીકાના જ એક ક્રિકેટ ફેન બેન કોર્ટિસ નામના સોશિયલ મીડિયા યૂઝરે આ અંગેનો એક વીડિયો શેર કરીને કેચ પર સવાલ ઉઠાવ્યા છે. જુઓ આ વીડિયો....

— Ben Curtis 🇿🇦 (@BenCurtis22) June 29, 2024

સ્પોર્ટ્સ ટુડે સાથે વાતચીતમાં સૂર્યકુમાર યાદવે આ કેચ વિશે વાત કરતા કહ્યું કે મને હજુ પણ વિશ્વાસ થતો નથી. તે કેચ મેચ વિનિંગ કેચ હતો, અમે ટુર્નામેન્ટ જીતી ગયા. લોકો હવે બોલી રહ્યા છે, જ્યારે 16 રન જોઈતા હતા, ત્યારે જો છગ્ગો જાત તો 5 બોલમાં 10 રન જોઈતા હોત, ત્યારબાદ આખી મેચનો માહોલ જ અલગ થઈ જાત. વધુમાં એમ પણ કહ્યું કે તે બે ચાર સેકન્ડ જે ઠીક લાગ્યું તે કર્યું અને તે સારું પણ થયું. આવી જ પળો માટે અમે લોકોએ અમારા ફિલ્ડિંગ કોચ સાથે ખુબ પ્રેક્ટિસ પણ  કરી હતી. એમ પણ કહ્યું કે ટીમને જીત મળ્યા બાદ હું મારી પત્નીને ગળે મળીને ખુબ રડ્યો છું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news