Rohit Sharma: ટી20 વિશ્વકપમાં વિરોધીઓ પર ભારે પડશે આ બોલર, રોહિતે કરી પ્રશંસા
India vs Australia: ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પત્રકાર પરિષદમાં એક ખેલાડીની ખુબ પ્રશંસા કરી છે. આ ખેલાડીએ નાના કરિયરમાં પોતાની બોલિંગથી ખાસ પ્રભાવ પાડ્યો છે.
Trending Photos
મોહાલીઃ India vs Australia 1st T20: ટી20 વિશ્વકપ 2022 પહેલા ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થશે. આ સિરીઝ પહેલા રવિવારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પત્રકાર પરિષદમાં એક ખેલાડીની ખુબ પ્રશંસા કરી છે. કેપ્ટન રોહિત શર્મા આ ખેલાડીનો ફેન થઈ ગયો છે અને આ ખેલાડી ટી20 વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા માટે મોટું હથિયાર સાબિત થઈ શકે છે.
રોહિત આ ખેલાડીનો થયો ફેન
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પત્રકાર પરિષદ દરમિયાન ટીમની તૈયારીઓ પર અને ખેલાડીઓના પ્રદર્શન પર પ્રતિક્રિયા આપી હતી. આ પત્રકાર પરિષદમાં રોહિત યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની પ્રશંસા કરતા જોવા મળ્યો હતો. નોંધનીય છે કે અર્શદીપ સિંહ ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝનો ભાગ નથી. ટી20 વિશ્વકપ પહેલા આ યુવા ફાસ્ટ બોલરને આરામ આપવામાં આવ્યો છે.
ટીમની બોલિંગને કરી મજબૂત
રોહિત શર્માએ પત્રકાર પરિષદમાં અર્શદીપ સિંહ માટે કહ્યુ, જે રીતે અર્શદીપે બોલિંગ કરી છે તે ખુબ પ્રભાવશાળી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પોતાના પ્રથમ વર્ષના દબાવમાં જે રીતે યોર્કર બોલિંગ કરી તે સરળ કામ નથી. તે સારો બોલર છે અને દરેક વસ્તુ સરળ રાખે છે. અમારે ટીમમાં એક લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરની જરૂર હતી. અમે અમારા બોલિંગ એકેટમાં વેરાયટી ઈચ્છતા હતા અને અર્શદીપના આવવાથી આ કમી પૂરી થઈ ગઈ છે.
ટીમ ઈન્ડિયામાં અત્યાર સુધીનું પ્રદર્શન
અર્શદીપ સિંહે પોતાના નાના કરિયરમાં ખુબ પ્રશંસા મેળવી છે. અર્શદીપે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ધમાકેદાર પ્રદર્શન કરી એશિયા કપની ટીમમાં જગ્યા મેળવી હતી. ત્યારબાદ આ યુવા ખેલાડી ટી20 વિશ્વકપની ટીમમાં પણ જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. 23 વર્ષના અર્શદીપે અત્યાર સુધી ટીમ માટે 11 ટી20 મેચ રમી છે. આ મેચોમાં તેણે માત્ર 7.39ની ઇકોનોમીથી રન આપતા 14 વિકેટ પોતાના નામે કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે