ટેસ્ટ ક્રિકેટમાં સચિન તેંડુલકરને સ્ટંપિંગ કરનાર એકમાત્ર વિકેટકીપરે લીધી નિવૃતી
ઈંગ્લેન્ડના જેમ્સ ફોસ્ટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે. તેનું ફર્સ્ટક્લાસ કેરિયર 19 વર્ષનું રહ્યું.
Trending Photos
લંડનઃ એલિસ્ટેયર કુક અને પોલ કોલિંગવુડ બાદ ઈંગ્લેન્ડના એક મોટા ખેલાડીએ સપ્ટેમ્બરમાં નિવૃતી લીધી છે. તેનું નામ જેમ્સ ફોસ્ટર છે. પૂર્વ વિકેટકીપર ફોસ્ટરનું કેરિયર વધુ લાંબુ ન રહ્યું. તેમ છતા તેના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક અનોખો રેકોર્ડ છે. તે વિશ્વનો એકમાત્ર વિકેટકીપર છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં સચિન તેંડુલકરને સ્ટંપિંગ કર્યો છે.
ભારત વિરુદ્ધ રમી હતી પ્રથમ ટેસ્ટ
38 વર્ષના ફોસ્ટરે ઈંગ્લેન્ડ માટે સાત ટેસ્ટ, 11 વનડે અને પાંચ ટી-20 મેચ રમી છે. તેણે 2001માં 3 ઓક્ટોબરે ઝિમ્બાબ્વે વિરુદ્ધ વનડેમાં પર્દાપણ કર્યું હતું. તેના ત્રણ મહિના બાદ ભારત વિરુદ્ધ મોહાલીમાં પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. ફોસ્ટરનું વનડે અને ટેસ્ટ કેરિયર આશરે એક વર્ષનું રહ્યું હતું. તેણે 2002 બાદ એકપણ વનડે તથા ટેસ્ટ મેચ ન રમી.
2009માં ટી-20માં મળી તક
ફોસ્ટરને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સાત વર્ષ બાદ 2009માં વાપસી થઈ. તેનું ટી20 કેરિયર 11 દિવસનું રહ્યું હતું. તેણે 5 જૂન 2009માં નેધરલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટી-20 મેચ રમી હતી. તેના 10 દિવસ બાદ વિન્ડીઝ વિરુદ્ધ પોતાની પાંચમી અને અંતિમ ટી-20 મેચ રમી હતી.
બેંગલુરૂ ટેસ્ટમાં સચિનને કર્યો સ્ટંપિંગ
જેમ્સ ફોસ્ટરનું ટેસ્ટ કેરિયર સાત મેચનું રહ્યું હતું. તેણે આ સાત મેચોમાં 17 કેચ ઝડપ્યા અને એક સ્ટંપિંગ કર્યું હતું. તેણે બેંગલુરૂ ટેસ્ટમાં સચિન તેંડુલકરને એશ્લે જાઇલ્સના બોલ પર સ્ટંપિંગ કર્યો હતો. સચિન આઉટ થયો ત્યાં સુધીમાં 90 રન બનાવી ચુક્યો હતો. સચિન 200 ટેસ્ટ મેચના કેરિયરમાં માત્ર એકવાર સ્ટંપિંગ થયો હતો.
📸 @JamesFoster07... the only man to stump Sachin Tendulkar in Test cricket! 🤲💨 #ThankYouFozzy pic.twitter.com/kSPpwEzCzN
— Essex Cricket (@EssexCricket) September 14, 2018
એસેક્સે ન વધાર્યો કરાર
માનવામાં આવી રહ્યું છે કે જેમ્સ ફોસ્ટરે પોતાનો કરાર ન વધાર્યા બાદ સંન્યાસ લીધો છે. ફોસ્ટર કાઉન્ટી ક્રિકેટમાં એસેક્સની ટીમ માટે રમતો હતો, તેનો આગામી સિઝનનો કોન્ટ્રાક્ટ આગળ ન વધાર્યો. ફોસ્ટરે કાઉન્ટીની વેબસાઇટ પર લખ્યું છે, મેં 19 વર્ષના પોતાના કેરિયરનો આનંદ માણ્યો છે. મને તે વાતનું ઘણું દુખ છે કે હવે હું એસેક્સનો ખેલાડી રહીશ નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે