India vs England: કેપ્ટન કોહલીએ જણાવ્યું કેમ ચેન્નઈમાં ભારતનો થયો કારમો પરાજય
Why India Lost to England: કોહલીએ જણાવ્યું કે, આખરે તેની ટીમથી ક્યાં ચુક થઈ જેના કારણે ઈંગ્લેન્ડે ભારતને પ્રથમ ટેસ્ટમાં આટલા મોટા અંતરથી હરાવ્યું. કોહલીએ જણાવ્યું કે, તેની ટીમ ઈંગ્લેન્ડ પર દબાવ બનાવવામાં નિષ્ફળ રહી.
Trending Photos
ચેન્નઈઃ ઈંગ્લેન્ડે ભારત (IND vs ENG) ને સિરીઝની પ્રથમ મેચમાં 227 રને કારમો પરાજય આપ્યો છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ (virat kohli) આ હાર બાદ સ્વીકાર કર્યો કે, તેની ટીમ ઈંગ્લેન્ડ પર વધુ દબાવ ન નાખી શકી. કોહલીએ કહ્યુ, મને લાગે છે કે મેચના પ્રથમ ભાગ પર અમે બોલથી તેના પર જરૂરી દબાવ બનાવ્યો. કુલ મળીને એક બોલિંગ યુનિટ તરીકે અમારે નિયંત્રણ રાખવાની જરૂર હતી.
ભારતની સામે ચોથી ઈનિંગમાં 420 રનનો લક્ષ્ય હતો પરંતુ મંગળવારે મેચના અંતિમ દિવસે ભારતીય ટીમ 192 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન કોહલી (Virat kohli) એ બીજી ઈનિંગમાં સૌથી વધુ 72 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફતી સ્પીનર જેક લીચે ચાર વિકેટ ઝડપી હતી.
કોહલીએ કહ્યુ, 'ફાસ્ટ બોલરો અને અશ્વિને પ્રથમ ઈનિંગમાં સારી બોલિંગ કરી પરંતુ અમારે સાથે રનો પર લગામ લગાવવાની જરૂર હતી જેથી થોડા દબાવ બનાવી શકાય. કોહલીએ સ્વીકાર્યુ કે આ વિકેટની ભૂમિકા મહત્વની રહી.' તેણે કહ્યું, આ ધીમી વિકેટ હતી અને બોલરોને તે પ્રકારની મદદ ન મળી જેથી બેટ્સમેનોએ સ્ટ્રાઇક રોટેટ કરવી સરળ બની. એવું લાગ્યું કે, પ્રથમ બે દિવસમાં વિકેટથી બોલરોને વધુ મદદ ન મળી.
કોહલીએ પરંતુ ઈંગ્લેન્ડની ટીમને તેની રમતનો પણ શ્રેય આપ્યો. કોહલીએ કહ્યુ, ઈંગ્લેન્ડે જે પ્રકારે રમત રમી તેને તેનો શ્રેય મળવો જોઈએ. તેમણે બોર્ડ પર સ્કોર બનાવ્યો. અમારી બોડી લેંગ્વેજ પણ ઉચ્ચ સ્તરની નહતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે