સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરાતો ક્રિકેટર છે કોહલી, જાણો બીજા સ્થાને કોણ?

ટ્વીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેના ત્રણ-ત્રણ કરોડથી વધુ ફોલોઅર છે. સોશિયલ મીડિયા પર તે સૌથી વધુ ફોલો થતો ક્રિકેટ ખેલાડી છે. 
 

  સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરાતો ક્રિકેટર છે કોહલી, જાણો બીજા સ્થાને કોણ?

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરાતા ક્રિકેટ પ્રેમિઓની યાદીમાં પ્રથમ નંબર પર છે. કોહલી આ દાયકામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન બનાવી ચુક્યો છે અને આમ કરનાર તે એકમાત્ર ક્રિકેટર છે. આ સિવાય સોશિયલ મીડિયા પર પણ તે ખુબ એક્ટિવ છે. 

ટ્વીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેના ત્રણ-ત્રણ કરોડથી વધુ ફોલોઅર છે. તે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરાતો ક્રિકેટ ખેલાડી છે. આ યાદીમાં સચિન તેંડુલકર બીજા સ્થાને આવે છે. તેના ટ્વીટર પર ત્રણ કરોડ, ફેસબુક પર 2.8 કરોડ અને ઇન્સ્ટાગ્રામ પર 1.65 કરોડ ઓલોઅર છે. 

એમએસ ધોની સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ છે, તેમ છતાં તે ત્રીજા સ્થાન પર છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 1.54 કરોડ, ટ્વીટર પર 77 લાખ અને ફેસબુક પર 2.05 કરોડ ફોલોઅર છે. 

પોતાના કરિયરમાં સૌથી શાનદાર પ્રદર્શનક રી રહેલો રોહિત શર્માના ત્રણેય પ્લેટફોર્મ પર એક કરોડથી વધુ ફોલોઅર છે. સુરેશ રૈનાના ટ્વીટર પર 1.67 કરોડ, ઇન્સ્ટાગ્રામ પર 90 લાખ અને ફેસબુક પર 31 લાખ ફોલોઅર છે. 

યુવરાજ સિંહ ટ્વીટર પર 47 લાખ, ઇન્સ્ટાગ્રામ પર 75 લાખ અને ફેસબુક પર 1.4 કરોડ ફોલોઅર છે. જ્યારે પૂર્વ સ્પિનર હરભજન સિંહના ટ્વીટર પર 1.01 કરોડ, ઇન્સ્ટાગ્રામ પર 36 લાખ અને ફેસબુક પર 66 લાખ ફોલોઅર છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સના ટ્વીટર પર 67 લાખ, ઇન્સ્ટાગ્રામ પર 85 લાખ અને ફેસબુક પર 36 લાખ ફોલોઅર છે. 

ભારતીય ઓપનર શિખર ધવનના ટ્વીટર પર 41 લાખ, ઇન્સ્ટાગ્રામ પર 48 લાખ અને ફેસબુક પર 89 લાખ ફોલોઅર છે. વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલના ટ્વીટર પર 44 લાખ, ઇન્સ્ટાગ્રામ પર 28 લાખ અને ફેસબુક પર 78 લાખ ફોલોઅર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news