ગાંગુલી- વિરાટ વચ્ચે વિવાદ બાદ BCCI કોહલીથી ખુશ નથી! ટેસ્ટ સીરિઝ હારીને કેપ્ટનશિપ ખતરામાં પડી, આ ખેલાડીને મળશે કમાન
આ વાતમાં કોઈ બેમત નથી કે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ વિરાટ કોહલી (Virat Kohli)ની ટેસ્ટ કેપ્ટનશિપ પર મોટો ખતરો ઉભો થયો છે. આ પદ માટે સૌથી મોટા દાવેદાર રોહિત શર્મા હોઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)નો ખરાબ સમય ખતમ થવાનું નામ લઈ રહ્યો નથી. એક તરફ વિરાટ બેટથી છેલ્લાં બે વર્ષથી સદી મારવામાં અસફળ રહ્યો છે, જ્યારે હવે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીતવાનું સપનું પણ રોળાઈ ગયું છે. બીસીસીઆઈ એ પહેલા જ વિરાટને વનડે કેપ્ટનશિપમાંથી હટાવી દીધો હતો, જ્યારે તેણે ટી20ની કેપ્ટનશિપ જાતે છોડી દીધી હતી. આ સીરિઝ હાર્યા બાદ વિરાટની ટેસ્ટ કેપ્ટનશિપ પર એક મોટો ખતરો મંડરાળ રહ્યો છે. સેલેક્ટર્સ વિરાટના સ્થાને કોઈ બીજા ખેલાડીને કેપ્ટનશિપ સોંપી શકે છે.
આ ખેલાડીને બનાવવામાં આવશે નવો કેપ્ટન
આ વાતમાં કોઈ બેમત નથી કે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ વિરાટ કોહલી (Virat Kohli)ની ટેસ્ટ કેપ્ટનશિપ પર મોટો ખતરો ઉભો થયો છે. આ પદ માટે સૌથી મોટા દાવેદાર રોહિત શર્મા હોઈ શકે છે. પરંતુ BCCI દરેક ફોર્મેટનો એક અલગ કેપ્ટન ઈચ્છે છે અને એવામાં વિરાટના સ્થાને આગામી કેપ્ટન 29 વર્ષના કેએલ રાહુલ (KL Rahul) ને બનાવવામાં આવી શકે છે. રાહુલે હાલમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી ટેસ્ટમાં ટીમની કેપ્ટનશિપ કરી હતી. રાહુલ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ગભરાતો નથી અને સાથે તેની બેટિંગ પર કેપ્ટનશિપની કોઈ અસર પડતી નથી.
ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્ટાર જોકોવિચની ફરીથી અટકાયતથી ખળભળાટ, રવિવારનો દિવસ છે ખુબ મહત્ત્વપૂર્ણ
BCCI ને પણ પસંદ છે રાહુલ
જે રીતે વિરાટની ગેરહાજરીમાં કેએલ રાહુલે કેપ્ટનશિપ કરી, તેણે તમામ લોકોના દિલ જીતી લીધા છે. જ્યારે રોહિતના વનડે સીરિઝમાંથી બહાર થયા પછી BCCI એ કેએલ રાહુલને કેપ્ટનશિપ સોંપીને તે સ્પષ્ટ કરી દીધું છે કે તે પણ કેપ્ટનશિપ માટે એક નામ હોઈ શકે છે. જ્યારે રોહિતને ટેસ્ટ ટીમ કેપ્ટન બનાવવો, એટલા માટે નુકસાનકારક છે કારણ કે રોહિતની ઉંમર હાલ 34 વર્ષ છે. આ ઉંમર સુધીમાં સૌથી વધુ ખેલાડી પોતાની રમતમાંથી રિટાયર્ડ લેવાનો પ્લાન બનાવી લે છે. એવામાં રોહિત શર્મા લાંબા સમય સુધી કેપ્ટનશિપ સંભાળી શકશે નહીં અને તેને સોંપવાનું રિસ્ક બોર્ડ લેવાનું પસંદ કરશે નહીં. જ્યારે બીસીસીઆઈ એ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે હવે તે પણ બીજા દેશોના બોર્ડની જેમ અલગ અલગ ફોર્મટના અલગ કેપ્ટન ઈચ્છે છે.
વિરાટને વનડે કેપ્ટનશિપાંથી હટાવવામાં આવ્યા
વિરાટ કોહલી (Virat Kohli) ને પહેલા જ વનડે કેપ્ટનશિપમાંથી બીસીસીઆઈ હટાવી ચૂકી છે. આ નિર્ણય પછી વિરાટ કોહલી અને બીસીસીઆઈ ચીફ સૌરવ ગાંગુલી વચ્ચે ઘણા વિવાદો પણ થયા છે. બીસીસીઆઈ અને વિરાટના લાંબા વિવાદથી એક વાત સ્પષ્ટ થઈ છે કે બોર્ડ હવે આ ખેલાડીથી ખુશ નથી. એવામાં બીસીસીઆઈ ને વિરાટ પાસેથી ટેસ્ટ કેપ્ટનશિપ છીનવી લેવાનો એક સોનેરી મોકો મળી ગયો છે.
ટેસ્ટ સીરિઝમાં હારી ટીમ ઈન્ડિયા
દક્ષિણ આફ્રિકાએ ભારત વિરુદ્ધ 212 રનનો પીછો કરતા પોતાની બીજી ઈનિંગમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. કીગન પીટરસને (Keegan Petersen) શાનદાર 81 રનની ઈનિંગ રમી હતી, જ્યારે રાસી વાન ડાર ડુસેનને 41 અને ટેમ્બા બવૂમાએ 32 રનનું યોગદાન આપીને પોતાની ટીમને 7 વિકેટથી શાનદાર વિજય અપાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ સેન્ચુરિયનમાં પહેલી ટેસ્ટ મેચ 113 રનથી જીતીને કમાલ કરી દીધો હતો, પરંતુ જોહાનિબર્ગ અને કેપટાઉનમાં બન્ને ટેસ્ટ સીરિઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો. ભારત આજ સુધી આ ધરતી પર એક પણ ટેસ્ટ સીરિઝ જીતી શક્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે