રોહિત શર્મા અને વિરાટ કોહલીના મતભેદ પર બોલ્યા રવિ શાસ્ત્રી, કહ્યું- 5 વર્ષથી તેની સાથે છું પરંતુ..
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ અને રોહિત વચ્ચે મતભેદની અટકળોને નકારવાનો પ્રયત્ન કરતા કહ્યું કે, દ્રષ્ટિકોણમાં અંતરને મતભેદના રૂપમાં ન જોવો જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વ કપ 2019ની સેમિફાઇનલ બાદથી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે અણબનાવની વાત સામે આવવા લાગી હતી. પરંતુ આ મામલા પર વિરાટ કોહલી અને ટીમના કોચ રવિ શાસ્ત્રી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જતા પહેલા કહી ચુક્યા હતા કે આ વાતો માત્ર અફવા છે. પરંતુ આ વિશે રોહિત શર્મા તરફથી અત્યાર સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ બીજીવાર કોચ બન્યા બાદ રવિ શાસ્ત્રીએ બંન્ને વચ્ચે મતભેદ પર પોતાનું નિવેદન આપ્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમના બીજીવાર કોચ બન્યા બાદ રવિ શાસ્ત્રીએ ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર સંભળાવતા કહ્યું કે, બંન્ને વચ્ચે જે ઝગડાની વાત સામે આવી રહી છે ખોટી છે. શાસ્ત્રીએ કહ્યું કે, આ વાત સંપૂર્ણ રીતે પાયાવિહોણી અને બકવાસ છે. તેમણે આ વાત ગલ્ફ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન કરી છે. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમની આસપાસ છું. મેં જોયું કે આ ખેલાડીઓનું પ્રદર્શન કેવુ રહ્યું છે. આ ખેલાડીઓ ટીમને પૂર્ણ સમર્થન કરે છે અને પોતાના કામને સારી રીતે કરવાનું જાણે છે. મને લાગે છે કે આ બંન્ને વચ્ચે ઝગડાની વાત બકવાસ છે. જો આમ હોય તો શું રોહિત શર્મા વિશ્વ કપમાં પાંચ સદી ફટકારી શકે. વિરાટ આવુ પ્રદર્શન કરી શકે જે તેણે હાલમાં કર્યું છે. પરંતુ તેમણે સ્વીકાર કર્યો કે બંન્ને ખેલાડીઓની વલણમાં અંતર છે, પરંતુ કોઈ ટકરાવ નથી.
શાસ્ત્રીએ કહ્યું કે, આ પ્રકારના સમાચાર વાંચીને નિરાશા થાય છે. હું જ્યારે કોઈ ઇવેન્ટમાં જાવ છું તો લોકો કહે છે કે તમે શું રમ્યા. સાચુ કહું તો લોકોને અસત્ય પિરસવામાં આવી રહ્યું છે. આ વાતોમાં સત્યતા નથી. પરંતુ વિશ્વકપ સેમિફાઇનલ બાદ જે વાતો સામે આવી હતી જેથી લોકોને લાગ્યું કે બંન્ને વચ્ચે મતભેદ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે