OLYMPICS: ઓલિમ્પિકમાંથી હટી શકે છે આ ખેલ, ટોકિયોમાં ભારતે આ ગેમમાં મેળવ્યો છે મેડલ

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ને કોઈ ખેલને ઓલિમ્પિક પ્રોગ્રામમાંથી હટાવવાના વધુ અધિકાર મળેલા છે. આવામાં જે ખેલોમાં નિયમોનો સૌથી વધુ ભંગ થશે તેને 2021ના પેરિસ ઓલિમ્પિક  (Paris Olympics 2024) માંથી હટાવવામાં આવી શકે છે. 
OLYMPICS: ઓલિમ્પિકમાંથી હટી શકે છે આ ખેલ, ટોકિયોમાં ભારતે આ ગેમમાં મેળવ્યો છે મેડલ

ટોકિયો: ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ને કોઈ ખેલને ઓલિમ્પિક પ્રોગ્રામમાંથી હટાવવાના વધુ અધિકાર મળેલા છે. આવામાં જે ખેલોમાં નિયમોનો સૌથી વધુ ભંગ થશે તેને 2021ના પેરિસ ઓલિમ્પિક  (Paris Olympics 2024) માંથી હટાવવામાં આવી શકે છે. 

વોટિંગ દ્વારા IOC ને મળ્યા અધિકાર
આ મુદ્દે વેઈટલિફ્ટિંગ (Weightlifting) અને બોક્સિંગના ટોપના અધિકારીઓ સાથે લાંબા સમયથી જોડાયેલા મુદ્દાઓને જોતા IOC ના સભ્યોએ મતદાન કરીને ખેલોની સર્વોચ્ચ સંસ્થાને આ અધિકાર આપ્યા છે. 

નિયમો તોડશે તો મળશે સજા
જો કોઈ પણ ખેલમાં IOC ના કાર્યકારી બોર્ડના નિર્ણયોનું પાલન નહીં થાય અથવા તો એવું કોઈ કામ થાય કે જેનાથી આલિમ્પિક આંદોલનની છબી ખરડાય તો આઈઓસી તેને ઓલિમ્પિક કાર્યક્રમમાંથી હટાવી શકે છે. 

વેઈટલિફ્ટિંગ પેરિસ ઓલિમ્પિકમાંથી હટશે?
વેઈટલિફ્ટિંગને લાંબા સમયથી ચાલતા ડોપિંગ મુદ્દા અને સંચાલન સંબંધી મામલાઓના કારણે પેરિસ ઓલિમ્પિક 2024માંથી હટાવવામાં આવી શકે છે. ટોકિયો ગેમ્સની બોક્સિંગને 2019માં જ આંતરરાષ્ટ્રીય મુક્કાબાજી સંઘના કંટ્રોલમાંથી હટાવવામાં આવી હતી. 

વેઈટલિંફ્ટિંગમાં ભારતને મળ્યો છે સિલ્વર
ભારતની મીરાબાઈ ચાનુએ ટોકિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે. જો ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) કોઈ આકરો નિર્ણય લેશે તો આવામાં ભારત સહિત અનેક દેશોના ખેલાડીઓના ચહેરામાં નિરાશા છવાઈ જશે. આ ઉપરાંત લવલીના બોરગોહેનને પણ બોક્સિંગમાં મેડલ મળ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news