VIDEO : જ્યારે હરભજન સિંહે કોમેન્ટ્રી બોક્સમાં અંગ્રેજ પાસે કરાવ્યા ભાંગડા

હરભજને બ્રિટીશ કમેન્ટેટર ડેવિડ બંબલે લોઇડને ભાંગડા કરવામાટે મજબૂર કરી દીધો હતો

VIDEO : જ્યારે હરભજન સિંહે કોમેન્ટ્રી બોક્સમાં અંગ્રેજ પાસે કરાવ્યા ભાંગડા

નવી દિલ્હી : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરિઝમાં ભારત હારી ચૂક્યું છે. સિરિઝની પાંચમી અને આખરી ટેસ્ટ લંડનના ઓવલમાં રમાનારી છે. ઇંગ્લેન્ડ સામેની આ સિરિઝ ભલે ભારત હારી ગયું હોય પણ કમેન્ટ્રી બોક્સમાં હરભજન સિંહે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભારતીયો ધારે એ કરી શકે છે. હરભજને કોમેન્ટ્રી બોક્સમાં એક અંગ્રેજને પોતાના ઇશારે નાચવા માટે મજબૂર કરી દીધો હતો જેના પગલે બ્રિટીશ કમેન્ટેટર ડેવિડ બંબલે લોયડ ભાંગડા કરવા માટે મજબૂર થઈ ગયો હતો. 

Join us for live coverage of day two of the fifth #EngvInd Test from 10am. D1 highlights: https://t.co/CRm6LBC6dz pic.twitter.com/OevARyxezG

— Sky Sports Cricket (@SkyCricket) September 7, 2018

હરભજન સિંહ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ સિરિઝમાં નિયમિત રીતે કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળે છે. સ્કાઇ સ્પોર્ટસ બ્રોડકાસ્ટ ટીમમાં શામેલ કેટલાક ભારતીયોમાં હરભજન સિંહનો સમાવેશ થાય છે. તે બહુ જલ્દી કોમેન્ટ્રી બોક્સમાં લોકપ્રિય થઈ ગયો છે. તેનો લેટેસ્ટ વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગયો છે. હકીકતમાં મેદાનમાં શિખર ધવને ભાંગડા કર્યા એ પછી હરભજને પણ કોમેન્ટ્રી બોક્સમાં ભાંગડા કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે ત્યાં બેસેલા અંગ્રેજ કમેન્ટેટરને પણ ભાંગડા શીખવાડી દીધા હતા. 

— SPN- Sports (@SPNSportsIndia) September 7, 2018

હરભજન સિંહ પાંચમી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં હનુમાનો સમાવેશ કરવાના પક્ષમાં નહોતો. તેણે કરૂણ નાયરની હાજરી હોવા છતાં હનુમાના સમાવેશ બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news