Women Hockey: ભારતનો ઈંગ્લેન્ડના પ્રવાસમાં શાનદાર પ્રારંભ, પ્રથમ મેચમાં બ્રિટનને હરાવ્યું
ભારતીય મહિલા હોકી ટીમે ઈંગ્લેન્ડના પ્રવાસ પર પ્રથ મેચમાં યજમાન ટીમને 2-1થી પરાજય આપ્યો હતો.
Trending Photos
માર્લો (ઈંગ્લેન્ડ): ભારતીય મહિલા હોકી ટીમે ( Indian Women Hockey Team) પોતાના ઈંગ્લેન્ડ પ્રવાસની (England Tour of Indian Women Hockey Team) શાનદાર શરૂઆત કરી છે. પ્રવાસની પ્રથમ મેચમાં ભારતે ગ્રેટ બ્રિટનને (India vs Great Britain) 2-1થી પરાજય આપ્યો છે. ભારતની જીતમાં ડિફેન્ડર ગુરજીત કૌર દ્વારા અંતિમ મિનિટમાં કરેલા ગોલની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. ભારતીય ટીમ મેચમાં એક ગોલથી પાછળ હતી, પરંતુ તેણે વાપસી કરતા શાનદાર જીત મેળવી હતી.
બીજા ક્વાર્ટરમાં ભારતનું શાનદાર પ્રદર્શન
પાંચ મેચોની સિરીઝની પ્રથમ મેચનો પ્રથમ ક્વાર્ટર રોમાચંક રહ્યો અને બંન્ને ટીમનો સ્કોર 0-0 હતો. બીજુ ક્વાર્ટર ભારતીય ટીમના નામે રહ્યું હતું. મહેમાન ટીમે બોલ પર કંટ્રોલ રાખ્યો અને તેને ઘણા પેનલ્ટી કોર્નર મળ્યા હતા. પરંતુ મૈડી હિંચે શાનદાર બચાવ કર્યા હતા.
ત્રીજા ક્વાર્ટરમાં બ્રિટને આપી ટક્કર
ભારતે ત્રીજા ક્વાર્ટરમાં પણ સારૂ પ્રદર્શન કર્યું, પરંતુ તેને યજમાન ટીમના ડિફેન્સને ભેદવાની સફળતા ન મળી. બ્રિટને ચોથા ક્વાર્ટરની શાનદાર શરૂઆત કરી અને 46મી મિનિટમાં એમિલી ડેફ્રોન્ડે ગોલ કરતા પોતાની ટીમને લીડ અપાવી હતી.
છેલ્લા ક્વાર્ટરનો રોમાંચ
એક ગોલથી પાછળ રહ્યાં છતાં મહેમાન ટીમે પોતાની રમતનું સ્તર જાળવી રાખ્યું અને થોડી મિનિટ બાદ શરિમિલા દેવીએ શાનદાર ગોલ કરતા ભારતને બરાબરી અપાવી હતી. મેચમાં 48 સેકન્ડ બચી હતી અને ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો. આ વખતે ગુરજીતે કોઈ ભૂલ ન કરી અને બોલને ગોલ પોસ્ટમાં નાખીને ટીમને જીત અપાવી હતી. બીજી મેચ રવિવારે રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે