World Cup: AUS વિરૂદ્ધ વર્લ્ડકપ મેચમાં રોહિત રચશે ઇતિહાસ, તૂટી જશે વર્લ્ડ રેકોર્ડ

Team India News: ભારતને 2023 વર્લ્ડકપનો ખિતાબ જીતવાનો પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચેન્નઇમાં યોજાનાર વર્લ્ડકપ મેચમાં ટીમ ઇન્ડીયાના કેપ્ટન રોહિત શર્મા વેસ્ટઇન્ડીઝના ધુરંધર બેસ્ટમેન ક્રિસ ગેલનો એક વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે. 

World Cup:  AUS વિરૂદ્ધ વર્લ્ડકપ મેચમાં રોહિત રચશે ઇતિહાસ, તૂટી જશે વર્લ્ડ રેકોર્ડ

World Cup 2023: વર્લ્ડ કપ 2023 માં ભારત પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રવિવારે એટલે કે 8 ઓક્ટોબરના રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની આ મેચ ચેન્નઇના એમ એ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં આ વખતે ટીમ ઇન્ડીયા આસીસી ટ્રોફીના દુકાળને ખતમ કરવા જીવ રેડી દેશે. ભારતને 2023 વર્લ્ડકપનો ખિતાબ જીતવા માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચેન્નઇમાં થનાર વર્લ્ડકપ મેચમાં ટીમ ઇન્ડીયાના કેપ્ટન રોહિત શર્મા વેસ્ટઇંડીઝના ધુરંધર બેટ્સમેન ક્રિસ ગેલનો એક વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે. 

ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ વર્લ્ડ કપ મેચમાં રોહિત શર્મા રચી દેશે ઇતિહાસ
ટીમ ઇન્ડીયાના કેપ્ટન રોહિત શર્મા જો ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચેન્નઇમાં થનાર વર્લ્ડકપ મેચમાં વધુ 3 સિક્સર ફટકારી દેતા તો તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની જશે. જો રોહિત શર્મા વધુ 3 સિક્સર ફટકારે છે તો તે ઇન્ટરનેશનલ ક્રિકેતમાં પોતાની કુલ 554 સિક્સર પુરી કરી લેશે. વેસ્ટઇન્ડીઝના ધુરંધર બેટ્સમેન ક્રિસ ગેલે ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 553 સિક્સર ફટકારી છે. જો રોહિત શર્મા 3 સિક્સર ફટકારે છે તો તે ક્રિસ ગેલથી આગળ નિકળી જશે અને તેમનો વર્લ્ડ રેકોર્ડ તૂટી જશે. 

ઇન્ટનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
1. ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) – 553 સિક્સર
2. રોહિત શર્મા (ભારત) – 551 સિક્સર
3. શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) - 476 સિક્સર
4. બ્રેન્ડન મેક્કુલમ (ન્યુઝીલેન્ડ) – 398 સિક્સર
5. માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ) - 383 સિક્સર
6. મહેન્દ્ર સિંહ ધોની (ભારત) – 359 સિક્સર

તૂટી જશે આ મોટો વર્લ્ડ રેકોર્ડ
રોહિત શર્માના નામે અત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટના 451 મેચોની 471 ઇનિંગમાં 551 સિક્સર ફટકારવાનો રેકોર્ડ નોધાયો છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચેન્નઇમાં યોજાનાર વર્લ્ડ કપ મેચમાં રોહિત શર્મા 3 સિક્સર ફટકારતા જ ક્રિક્સ ગેલને પછાડતા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સુધી વધુ 554 સિક્સર ફટકારનાર દુનિયાનાના એકમાત્ર બેટ્સમેન બની જશે. હાલના સમયમાં ભારતના મહાન બેટ્સમેન વિરાટ કોહલીન પણ આ મહારેકોર્ડથી દૂર છે. વિરાટ કોહલીએ પોતાના ઇન્ટરનેશનલ કેરિયરમાં 283 સિક્સર ફટકારી છે. 

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય બેટ્સમેનો
551 સિક્સર - રોહિત શર્મા
359 સિક્સર - મહેન્દ્ર સિંહ ધોની
283 સિક્સર - વિરાટ કોહલી
264 સિક્સર - સચિન તેંડુલકર
251 સિક્સર - યુવરાજ સિંહ
247 સિક્સર - સૌરવ ગાંગુલી
243 સિક્સર - વિરેન્દ્ર સેહવાગ

ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપ મેચમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news