IND vs ENG: યશસ્વીએ ઈંગ્લેન્ડ સામે 600 રન બનાવી રચ્યો ઈતિહાસ, કોહલી અને દ્રવિડની ખાસ ક્લબમાં સામેલ

ભારતના યુવા બેટર યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે ધમાલ મચાવી છે. આ ટેસ્ટ સિરીઝમાં યશસ્વીએ 600 રન બનાવ્યા છે. આ સાથે યુવા બેટરે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 
 

IND vs ENG: યશસ્વીએ ઈંગ્લેન્ડ સામે 600 રન બનાવી રચ્યો ઈતિહાસ, કોહલી અને દ્રવિડની ખાસ ક્લબમાં સામેલ

રાંચીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચ એટલે કે રાંચીમાં પ્રથમ ઈનિંગમાં 55 રન બનાવતા યશસ્વી જયસ્વાલે આ ટેસ્ટ સિરીઝમાં પોતાના 600 રન પૂરા કર્યા હતા. યશસ્વી એક ટેસ્ટ સિરીઝમાં ભારત તરફથી 600 રન બનાવનાર પ્રથમ ડાબોડી બેટર છે. આ સિવાય તે પોતાની આ ઈનિંગ દરમિયાન રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીના ખાસ એલીટ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. 

દ્રવિડ અને કોહલીના એલીટ લિસ્ટમાં સામેલ થયો યશસ્વી
યશસ્વી જયસ્વાલે રાંચી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 117 બોલમાં 7 ચોગ્ગા અને એક સિક્સની મદદથી 73 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ટેસ્ટ સિરીઝમાં પોતાના 600 રન પૂરા કર્યાં અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ટેસ્ટ સિરીઝમાં તે 600 કે તેનાથી વધુ રન બનાવનાર ત્રીજો ભારતીય બેટર બની ગયો છે. યશસ્વી પહેલા આ સિદ્ધિ 2002માં રાહુલ દ્રવિડ અને 2017માં વિરાટ કોહલીએ પોતાના નામે કરી હતી. 

ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 600 રન બનાવનાર ભારતીય બેટર
2002માં રાહુલ દ્રવિડ
2017માં વિરાટ કોહલી
2024માં યશસ્વી જયસ્વાલ

1⃣0⃣0⃣ up for #TeamIndia 👏

— BCCI (@BCCI) February 24, 2024

ત્રીજા નંબર પર યશસ્વી
યશસ્વી જયસ્વાલ ભારત તરફથી એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ઓપનિંગ બેટરોના લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. આ ટેસ્ટ સિરીઝની પ્રથમ સાત ઈનિંગમાં તેણે 618 રન બનાવ્યા છે. તેનાથી આગળ આ લિસ્ટમાં સુનીલ ગાવસ્કર છે જેમણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 774 અને 732 રન બનાવ્યા હતા. 

ઓપનિંગ બેટર દ્વારા એક ટેસ્ટ સિરીઝમાં સર્વાધિક રન
774રન - સુનીલ ગાવસ્કર, વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
732 રન- સુનીલ ગાવસ્કર વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
618 રન- યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ પાકિસ્તાન
544 રન- વીરેન્દ્ર સેહવાગ વિરુદ્ધ પાકિસ્તાન
542 રન- સુનીલ ગાવસ્કર વિરુદ્ધ ઈંગ્લેન્ડ
529 રન- રોહિત શર્મા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news