જયસ્વાલ પર રહેશે બધાની નજર, માત્ર 1 રન અને તોડી દેશે કોહલીનો 8 વર્ષ જૂનો રેકોર્ડ
Yashasvi Jaiswal: ધર્મશાલા ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ 1 રન બનાવતા વિરાટ કોહલીનો 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દેશે. તે આ સિરીઝમાં અત્યાર સુધી 4 મેચમાં 655 રન બનાવી ચૂક્યો છે.
Trending Photos
ધર્મશાલાઃ IND vs ENG 5th Test: ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની અંતિમ મેચ રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો યુવા બેટર યશસ્વી જયસ્વાલ 1 રન બનાવતા જ વિરાટ કોહલીનો ટેસ્ટમાં એક મોટો રેકોર્ડ તોડી દેશે. આ રેકોર્ડ છેલ્લા 8 વર્ષથી કોઈ ભારતીય ખેલાડી તોડી શક્યો નથી.
વિરાટનો રેકોર્ડ તોડવાથી જયસ્વાલ 1 રન દૂર
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં યશસ્વીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તે 4 મેચમાં 655 રન બનાવી ચૂક્યો છે. યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીયોના લિસ્ટમાં વિરાટ કોહલીની સાથે સંયુક્ત રૂપથી નંબર 1 બેટર છે. વિરાટ કોહલીએ 2016માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 655 રન બનાવ્યા હતા. પરંતુ યશસ્વી ધર્મશાલામાં એક રન બનાવતા વિરાટ કોહલીના રેકોર્ડથી આગળ નિકળી શકે છે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય
વિરાટ કોહલી - 655 રન, 2016
યશસ્વી જયસ્વાલ - 655 રન, 2024
રાહુલ દ્રવિડ - 602 રન, 2002
વિરાટ કોહલી - 593 રન, 2018
વિજય માંજરેકર - 586 રન, 1961
સુનીલ ગાવસ્કરને પાછળ છોડવાની તક
ભારત માટે એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સુનીલ ગાસવ્કરના નામે છે. સુનીલ ગાવસ્કરે 1970/71 વેસ્ટ ઈન્ડિઝ સામે 4 મેચની સિરીઝમાં 774 રન બનાવ્યા હતા. જો જયસ્વાલ સિરીઝની અંતિમ મેચમાં 120 રન બનાવી લે તો તે એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બની જશે.
ભારત માટે 1 ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન
સુનીલ ગાવસ્કર - 774 રન
સુનીલ ગાવસ્કર - 732 રન
વિરાટ કોહલી - 692 રન
વિરાટ કોહલી - 655 રન
યશસ્વી જયસ્વાલ – 655 રન
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન
ગ્રેહામ ગૂચ - 3 મેચ, 752 રન
જો રૂટ – 5 મેચ, 737 રન
યશસ્વી જયસ્વાલ - 4 મેચ, 655 રન*
વિરાટ કોહલી - 5 મેચ, 655 રન
માઈકલ વોન – 4 મેચ, 615 રન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે