સુપ્રીમ કોર્ટનો આદેશ News

NEET ની પરીક્ષા આવતી કાલે ફરીવાર યોજાશે, સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ ફરી યોજાશે પરીક્ષ
આવતીકાલે ફરી એકવાર NEET ની પરીક્ષા યોજાશે. મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે જરૂરી એવી NEET ની પરીક્ષાનું આયોજન સમગ્ર દેશમાં કરાશે. NEET ની પરીક્ષાનો સમય બપોરે 2 વાગેથી 5 વાગ્યા સુધીનો રહેશે. દેશભરમાંથી અંદાજે 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. અગાઉ 13 સપ્ટેમ્બરે યોજાયેલી NEET ની પરીક્ષા આપી ન શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને અપાશે તક. કોરોનાગ્રસ્ત હતા અથવા કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં રહેતા હોવાથી પરીક્ષા આપવાથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે ફરી યોજાઈ રહી છે પરીક્ષા. NEET ની પરીક્ષા આપવાથી વંચિત રહેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયો છે આદેશ. 16 ઓક્ટોબરે NEET નું જાહેર થશે પરિણામ. આ પહેલા 12 ઓક્ટોબરે પરિણામ જાહેર થવાનું હતું. જેનો ઇન્તેજાર વિદ્યાર્થીઓ અને વાલીઓ કરી રહ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે પરિણામ મોકૂફ રખાયું હતું.
Oct 13,2020, 20:35 PM IST

Trending news