22 માર્ચના સમાચાર 0 News

કોરેન્ટાઈન દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવાયા, કરફ્યૂનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી શર
રાત્રે 9 વાગ્યના ટકોરે દેશભરમાં જનતા કરફ્યૂ (Janta Curfew) પૂરુ થયું હતું. પરંતુ 31 માર્ચ સુધી ગુજરાતના 6 શહેરો લોકડાઉન જાહેર કરાયા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છ 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે. ત્યારે સરકાર દ્વારા કોરોના વાયરસ (Corona virus) ના સંક્રમણથી બચવા માટે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેથી વાયરસનો ચેપ અન્ય લોકોને ન લાગે. ત્યારે હાલ રાજ્યભરમાં કોરેન્ટાઈનમાં રહેલા દર્દીઓનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. આ દર્દીઓના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવી રહ્યાં છે. જેથી અન્ય નાગરિકો આ ઘરને ઓળખી શકે. કોરોના વાઈરસને પગલે દરેક શહેરની મહાનગરપાલિકાનું આરોગ્ય સતર્ક થયું છે. 
Mar 22,2020, 22:29 PM IST
દેશ આખો લોકડાઉન તરફ, 12 રાજ્યોના 236 શહેરો સંપૂર્ણપણે બંધ
ભારતમાં કોરોના વાયરસ (Corona Virus)થી પીડિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 349 પર પહોંચી ગઈ છે. જ્યારે કે, તેનાથી મરનારાઓનો આંકડો 7 પર પહોંચ્યો છે. કોરોના વાયરસથી લડવા માટે સામાન્ય જનતા માટે જનતા કરફ્યૂ (Janta Curfew) લગાવવામાં આવ્યો હતો. આ કરફ્યૂ આજે રાત્રે 9 વાગ્યા સુધી લગાવવામાં આવ્યો હતો, પરંતુ કોરોના વાયરસના દર્દીઓની સતત વધી રહેલી સંખ્યાને જોતે કેટલાક શહેરોમાં આવતીકાલે સવાર સુધી પણ જનતા કરફ્યૂ વધારી દેવામાં આવ્યો છે. સમગ્ર તમિલનાડુમાં આવતીકાલે સવારે 5 વાગ્યા સુધી જનતા કરફ્યૂ રહેશે, જ્યારે નોઈડામાં આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી વધારી દેવામાં આવ્યો છે. કોરોનાવાયરસ દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. છેલ્લા એક દિવસમાં આ સંક્રમણના લીધે મુંબઈ, પટના અને સુરતમાં ત્રણ લોકોના મોત થયા હતા. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે વધીને 349 થઇ ગઇ છે. દેશ ધીમે ધીમે લોકડાઉન (lockdown) તરફ વધી રહ્યો છે. 12 રાજ્યોના 236 શહેરોમાં સંપૂર્ણપણે લોકડાઉન છે. 
Mar 22,2020, 20:00 PM IST

Trending news