हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cyclone Nisarg
Cyclone nisarg News
ભારે વરસાદ
24 કલાકમાં ડાંગમાં વરસાદ તૂટી પડ્યો, સાપુતારમાં 5.4 ઈંચ અને સુબિરમાં 2.44 ઈંચ વરસાદ
નિસર્ગ વાવાઝોડું ભલે ટળી ગયું હોય પરંતુ તેની અસર હજી પણ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં તેની સૌથી વધુ અસર છે, તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ૨૪ કલાક દરમ્યાન આહવા, વઘઈ, સુબિર અને સાપુતારામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં સૌથી વધુ સાપુતારામાં 5.04 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જોકે, હાલ સમગ્રડ ડાંગ જિલ્લામાં વરસાદ બંધ છે. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Jun 5,2020, 8:41 AM IST
નિસર્ગની અસર
મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી
રાજકોટના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે મોડી રાત્રે વાવાઝોડાની અસર જોવા મળી હતી. રાજકોટ ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ ભાવનગર હાઇવે પર સરધાર, આટકોટ, વિરનગર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. ગ્રામ્યની સાથે રાજકોટ શહેરમાં પણ કાળા વાદળોની સાથે ઠંડો પવન ફૂંકાયો હતો. રાજકોટના સરધાર ગામે સતત 40 મિનિટ વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસેલા વરસાદે ગાજવીજના કડાકા બોલાવ્યા હતા. ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદે સરધાર, આટકોટ, હલેન્ડા સહિતના ગામોને ધમરોળ્યા હતા. સરધાર ગામે ટ્રાન્સફોર્મર પર વીજળી પડી હતી. વીજળી પડતા ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
Jun 4,2020, 8:40 AM IST
નિસર્ગની અસર
દક્ષિણ ગુજરાતમાં નિસર્ગની અસર શરૂ, ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું
ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે 8 જિલ્લામાથી કુલ 63,798 લોકોનું સ્થળાંતર કરાયું છે. આ માહિતી આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું કે, હવામાન ખાતાની માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી દીધો છે. એક કલાકમા વાવાઝોડું જમીન પર સંપૂર્ણ રીતે આવી જશે. વાવાઝોડાના કેન્દ્ર વિસ્તારમાં 90 થી 100 કિમીની પવનની ઝડપ જોવા મળશે. નવસારી અને વલસાડમાં 3 કલાકમાં 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અત્યાર સુધી વરસાદ ડાંગમાં 15 mm વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હાલ અમે સમગ્ર જિલ્લાઓના તંત્ર સાથે સંપર્કમાં છીએ. ગુજરાતમા NDRFની 18 જ્યારે SDRF ની 6 ટીમ સ્ટેન્ડ ટુ છે. જોકે, પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ સ્થળાંતર કરાયેલા લોકોને ઘર પર પરત લઈ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં સુવાલીના દરિયા કિનારે 1 થી 2 મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. ચક્રવાતની સીધી નહિ, પરંતુ આંશિક અસર જોવા મળી છે.
Jun 3,2020, 15:30 PM IST
નિસર્ગની અસર
LIVE: મુંબઈમાં Nisarga નો ખતરો ઓછો થયો, 50 કિમી દક્ષિણ તરફ વળ્યું વાવાઝોડું
મુંબઈમાં આવનાર ચક્રવાતી તોફાન નિસર્ગ (Cyclone Nisarg) નો ખતરો ઓછો થયો છે. તોફાન 50 કિલોમીટર દક્ષિણ તરફ જતું રહ્યું છે. તેનાથી મુંબઈના માથે ખતરો ઓછો થયો છે. મુંબઈના વર્સોવા બીચ પર હાઈટાઈટ અને તેજ હવાઓને જોતા એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. અહી આસપાસ રહેનારા લોકોને સિરક્ષિત સ્થાન પર સ્થળાંતર કરવામાં આવ્યા છે. તોફા આજે બપોર સુધી મુંબઈના સમુદ્ર કિનાર ટકરાશે. મોસમ વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, તોફાન હજી મુંબઈથી 200 કિલોમીટર દૂર છે. આ વચ્ચે હાઈટાઈટની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 6 ફીટ ઊંચી લહેરો ઉઠી શકે છે. પવનની ગતિ હજી 100 થી 110 કિલોમીટર છે, જે 120 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે.
Jun 3,2020, 14:23 PM IST
Cyclone Nisarg
વાવાઝોડાને પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જણસી લાવવાની મનાઈ ફરમાવાઈ
3 અને 4 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડા (Cyclone Nisarg) ની અસર જોવા મળશે. આ અસરને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વરસાદની આગાહી પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને બે દિવસ જણસી લઈને ન આવવા તાકીદ કરવામાં આવ્યા છે.
Jun 3,2020, 12:19 PM IST
નિસર્ગની અસર
STના ડ્રાઈવર્સને સૂચના, ‘વાવાઝોડું દેખાય તો બસ સેફ જગ્યાએ રોકી દેવાની...’
નિસર્ગ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળવાની છે, ત્યારે સરકારી તંત્ર એલર્ટ બન્યું છે. આવામાં એસટી તંત્ર પણ સજાગ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા એસ.ટી ડેપો મેનેજરને સૂચના આપવામાં આવી છે કે નિસર્ગ વાવાઝોડું (Cyclone Nisarg) વધે તો બસો રોકી દેવી. જેથી હવે ડેપો મેનેજર દ્વારા પણ ડ્રાઈવર અને કંડક્ટરને એલર્ટ રહેવા માટે આપવામાં સૂચના આપી દેવામાં આવી છે. તેઓને આદેશ આપ્યા છે કે, વાવાઝોડું દેખાય તો બસ જ્યાં હોય ત્યાં સેફ જગ્યાએ રોકી દેવાની. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 70 દિવસથી લોકડાઉનને કારણે રાજ્યભરમાં એસટી બસો કોરોનાને કારણે બંધ રખાઈ હતી. જે બાદ હવે નિસર્ગ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતના દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી સાહિતમાં જોવા મળી શકે છે. જેથી એસટી બસમાં મુસાફરોને લઇ જવા માટે પરિસ્થતિ મુજબ તકેદારી રાખી દેવાઈ છે.
Jun 3,2020, 11:51 AM IST
નિસર્ગની અસર
નિસર્ગની અસર : 50 હજારથી વધુ લોકોનું કોરોનાની ગાઈડલાઈન મુજબ સ્થળાંતર કરાયું
નિસર્ગ વાવાઝોડા (Cyclone Nisarg) ની સંભાવનાને પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૦૦ થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક તીવ્રતાથી પવનના સપાટાની સંભાવના છે. ભરુચ અને અન્ય વિસ્તારોમાં 70 થી 80 કિલોમીટરની તીવ્રતાથી પવન ફુંકાવાની સંભાવના છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ જોવાઈ રહી છે. રાજ્યના અધિક મુખ્ય સચિવપંકજ કુમારે આ વિશે જણાવ્યું કે, આ સંભાવનાઓને પગલે દક્ષિણ ગુજરાતમાં ૫૦,૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ આશ્રયસ્થાનો પર કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લામાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
Jun 3,2020, 11:16 AM IST
નિસર્ગની અસર
દમણમાં વાવાઝોડાની અસર : 3 કિમીની હદના ગામોને એલર્ટ કરાયા, રાત્રે કરાયું સ્થળાંતર
વાવાઝોડાની ઘાત ગુજરાતના માથેથી ટળી ગઈ છે. જેથી હવે કોઈ ખતરાની શક્યતા નથી. પરંતુ હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ, 3 જૂનના રોજ વાવાઝોડું (Cyclone Update) મહારાષ્ટ્રના હરિહેશ્વર અને દમણ વચ્ચે ક્રોસ કરશે. જેને પગલે ગુજરાતમાં તેની અસર જોવા મળળે. વાવાઝોડાની અસરને પગલે દમણ, દાગરાનગરા હેવલી તરફ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો સુરત અને ભરૂચમાં 70-80 કિલોમીટર પ્રતિ કલાક અને જિલ્લામાં 50 થી 60ના કિમીએ પવન ફૂંકાશે. આવામાં આજે દમણમાં તેની અસર જોવા મળી રહી છે. નાની દમણમાં ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ છે. ત્યારે દમણના દરિયામાં બપોરે 12 વાગ્યે ભરતી આવશે.
Jun 3,2020, 8:44 AM IST
નિસર્ગની અસર
6 કલાકની 13 કિમી પ્રતિ કલાકની ગતિથી મહારાષ્ટ્રમાં બપોરે ટકરાશે વાવાઝોડું
અરબ સાગર ઉપર બનેલ ચક્રવાતી તોફાન (Cyclone Nisarg) મહારાષ્ટ્ર અને ગુજરાતના તટીય જિલ્લામાં આજે બપોરે દસ્તક આપી શકે છે. જેને જોતે એનડીઆરએફની 39 ટીમો તૈનાત કરી દેવાઈ છે. એનડીઆરએફની 39 ટીમમાંથી 16 ટીમ ગુજરાતમાં, 20 ટીમ મહારાષ્ટ્રમાં, 2 ટીમ દીવ અને દમણ તથા એક ટીમ દાદરાનગર હવેલીમાં તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની મોટાભાગની ટીમ અરબ સાગરમાં લાગેલા દરિયા કાંઠાના વિસ્તારોમાં તૈનાત થઈ છે.
Jun 3,2020, 7:59 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય