Fair News

અમદાવાદમાં અનોખો લગ્ન પસંદગી મેળો, સંતાનોએ પોતાના માતા પિતા માટે શોધ્યું યોગ્ય પાત્ર
સામાન્ય રીતે યુવક-યુવતીઓ માટે લગ્નના પસંદગી મેળા યોજાતા હોય આવું તો આપણે બધી જગ્યાએ સાંભળતા રહીએ છીએ. પરંતુ મોરબીમાં આજરોજ  પાનખરમાં પણ વસંત ખીલેએ પ્રકારના પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાત સાંભળીને જ પણ ચોકી જવાની જરૂર નથી, કારણકે પચાસ વર્ષની ઉંમર વટાવી ચૂકેલા પુરુષો તેમજ મહિલાઓ કે જેમને ઘડપણમાં સહારાની જરૂર હોય તેના લગ્ન થાય અથવા તો જે લોકોના લગ્ન તુટી ગયા હોય કે પછી જીવનસાથી અવસાન પામ્યા હોય. તે નવી ઇનિંગ શરૂ કરે તે માટે આજરોજ મોરબીની અંદર અમદાવાદની અનુબંધ સંસ્થા દ્વારા લગ્ન પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈથી લઈને કચ્છ સુધીના પુરુષ અને મહિલાઓએ ભાગ લીધો હતો.
Oct 11,2020, 19:06 PM IST
મહાશિવરાત્રી મેળાની ઉજવણી શરૂ: સમગ્ર દેશમાંથી સાધુ સંતોની થશે પધરામણી
આવતીકાલે સવારે સ્વયંભુ પ્રગટ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં શંખનાદ, ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે. મહાવદ નોમથી મહાવદ તેરસ (મહાશિવરાત્રી) સુધી યોજાનાર પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાના પ્રારંભે સાધુ-સંતોની ઉપસ્થિતમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન કરવામાં આવશે, ત્યાર બાદ શંખનાદ કરીને મેળાનો શુભારંભ કરવામાં આવશે. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવિધ સંગમ સાથે શિવઆરાધનામાં લીન થવાના ગિરનાર મહાશિવરાત્રી મેળાનો આવતીકાલથી આરંભ થઈ રહ્યો છે. ત્યારે પ્રયાગરાજથી આવેલા નાગાસાધુઓએ ગીરી તળેટીમાં આવીને પોતાના નિશ્ચિત સ્થાનો પર ધૂણી ધખાવી શિવ આરાધના ઉપાસનામાં લીન જોવા મળશે. બમ બમ બોલે, જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠશે.
Feb 17,2020, 21:01 PM IST
દિલ્હી સુધી પહોંચતા પંજાબ-હરિયાણાના ધુમાડાનું આખરે સોલ્યુશન મળ્યું
દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ ફેલાવવા માટે બદનામ પરાલી સૂરજકુંડ મેળામાં જોરદાર નામ કમાવી રહી છે. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં યોજાયેલ મેળામાં પહોંચેલ શિલ્પકાર પરાલી (Parali) થી ઘરેલુ ઉપયોગમાં લેવાતી સામગ્રી બનાવી રહ્યાં છે. જેમાં બેસવા માટે આસન, આરામ કરવા માટે ચટ્ટાઈ, પહેરવા માટે ચપ્પલ અને સામાન રાખવા માટે ટોપલી પણ બનાવી રહ્યાં છે. જમ્મુ કાશ્મીરની શિલ્પકાર મહિલાઓએ આ સાબિત કરી દીધું કે, પરાલી સમસ્યા નહિ, પણ સમાધાન છે. તેને બાળો નહિ, પરંતુ ઉપયોગ કરો. તેનો પ્રયોગ કરો. પરાલીથી બનેલા બહુ જ સુંદર અને આકર્ષક સામાન મેળામાં પહોંચી રહ્યાં છે. જે પર્યટકોને પણ ગમી રહ્યાં છે. આ મેળામાં પરાલી ન બાળવા માટેનું શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. 
Feb 7,2020, 18:02 PM IST

Trending news