Find out the shocking case News

એક વ્યક્તિને સિબિલ સ્કોર જાણવાનો ખર્ચ સાડાત્રણ લાખ રૂપિયા થયો, જાણો ચોંકાવનારો કિસ્સ
લોન લેવા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કોઈ અજાણી વેબસાઈટ કે ફોન નંબર મળે તો સાવધાન થઈ જજો. કારણ કે નેટ પર ઉપલબ્ધ આવી અજાણી વેબસાઈટ કે ફોન નંબર પર વિશ્વાસ મુકવો ક્યારેક આપને ભારે પણ પડી શકે છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં એક વ્યક્તિએ લોન લેવા ઇન્ટરનેટ પર પોતાનો સિવિલ સ્કોર જાણવા પ્રયાસ કર્યો હતો. જે દરમ્યાન મળેલ આ ફોન નંબર પર સંપર્ક કરવો વ્યક્તિને ભારે પડ્યો છે. ફોન પર સંપર્ક કરતાં જ તેમના ખાતામાંથી ગણતરીની મિનિટોમાં જ સાડા ત્રણ લાખથી વધુની રકમ ઉપડી ગઈ હતી. જોકે દમણ પોલીસે મૂળ ઝારખંડની સાઇબર ક્રાઇમ ગેંગના ચાર સાગરીતોને પશ્ચિમ બંગાળના કલકત્તાથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. સાથે જ પોલીસે આ ગેંગ પાસેથી અનેક મોબાઈલો, રોકડ રકમ અને અનેક સીમ કાર્ડ પણ મળી આવ્યા છે. ઼
Apr 4,2022, 22:22 PM IST

Trending news