Maharaj News

ગુજરાતની પ્રથમ 1 કરોડની ઇલેક્ટ્રીક કાર કચ્છી મહારાજ પ્રાગમલજીએ મંગાવી
ભારતમાં 4 થી અને ગુજરાતને કચ્છમાં પ્રથમ 1 કરોડની ઇલેક્ટ્રોનિક કારનું કચ્છી નવા વર્ષે આગમન કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાનો પર્યાવરણ પ્રેમ, પર્યાવરણની રક્ષા કાજે પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારના બદલે 1 કરોડની ઈલેક્ટ્રીક કાર બનાવડાવી છે. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા જે ખૂબ પર્યાવરણ પ્રેમી હતા અને પર્યાવરણને જાળવી રાખવા તથા તેને બચાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા. હાલના આધુનિક યુગમાં ખૂબ પ્રદૂષણનો ફેલાવો થઈ રહ્યો છે. જેને કારણે પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચ્યું છે. જ્યારે મહારાવ પ્રાગમલજી ત્રીજા હયાત હતા ત્યારે વાહનથી થતા પ્રદૂષણને લઈને ખૂબ ચિંતિત હતા માટે તેમણે જર્મની સ્થિત મર્સિડીઝ બેન્ઝની કંપનીને ઇલેક્ટ્રોનિક કાર નો ઓર્ડર આપ્યો હતો. જે આજે કચ્છી નવા વર્ષના દિવસે ભુજના રણજીત વિલાસ પેલેસ પર આવી પહોંચી હતી.
Jul 20,2021, 18:30 PM IST
ભાવનગરનાં મહારાજે ભોય સમાજની મહિલાઓને બેઇઝ આપી કુલી તરીકે પરવાનગી આપી હતી
શહેરના ટર્મિનસ રેલ્વે સ્ટેશન કે જ્યાં હાલ ૧૨ જેટલી મહિલા કુલીઓ રેલ્વે મુસાફરોના સમાનની હેરફેર કરી પોતાનું જીવન ગુજારી રહી છે, સાથે સાથે પોતાના પરિવારને આર્થીક મદદ પણ કરી રહી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભોય સમાજની મહિલાઓને આજથી વર્ષો પહેલા ખાસ બેઇઝ આપી કુલી તરીકે કામ કરવાનું સન્માન આપ્યું હતું. આ મન સન્માનને આજે પણ આ સમાજની મહિલાઓએ વારસામાં જાળવી રાખી કુલી તરીકે પોતાની કામગીરી જાળવી રાખી છે. ભાવનગરનું રેલ્વે ટર્મિનસ કે જે રાજવી પરિવારની દેણ છે. જ્યાં આજે ૪ પેઢીથી મહિલાઓ જ કુલી તરીકે કામ કરી રહી છે. વર્ષો પહેલા આ રેલ્વે સ્ટેશન પર મહિલા કુલીની સંખ્યા મોટા પ્રમાણમાં હતી પરંતુ આજે આધુનિક સમય અને ટેકનોલોજી ને લઇ આ મહિલા કુલી ને પુરતું કામ ના મળતા તેની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે અને આજે ૧૨ જેટલી મહિલા કુલી આ રેલ્વે સ્ટેશન પર લોકોના સમાન ની હેરફેર કરતી નજરે પડે છે.
Mar 8,2020, 23:13 PM IST

Trending news