Manipulate the statistics News

આખા અમદાવાદમાં ફરી રહ્યું છે મોત, જો કે વોર્ડમાં આટાપાટા કરી છબી સુધારવાનો પ્રયાસ?
ગુજરાતના વુહાન બનેલા અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન આજે બે ઝોનમાં વહેંચાયું છે. જ્યાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેવા 6 વિસ્તારને રેડ જ્યારે બાકીના 42ને ઓરેન્જ જાહેર કરવામાં આવ્યા છે. હાલ અમદાવાદ શહેરમાં એક પણ ગ્રીન ઝોન નથી. પોઝિટિવ દર્દીઓની યાદીમાં કોર્પોરેશને ભયંકર લોચા માર્યા છે એમ ઓરેન્જ ઝોન બતાડવામાં પણ કેટલીક ક્ષતીઓ રહી ગઇ છે. જે વોર્ડ જ નથી તેને વોર્ડ બનાવીને સેફઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. લિસ્ટ અનુસાર પશ્ચિમ ઝોનમાં સાબરમતી વોર્ડનાં નામનો સમાવેશ કરવામાં જ નથી આવ્યો. તેના બદલે મોટેરાને વોર્ડ જાહેર કરીને તે સુરક્ષીત હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. જ્યારે યાદી અનુસાર સાબરમતીમાંથી 8 જેટલા પોઝિટિવ કેસ આવ્યા છે. તેનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવવો જોઇએ.
Apr 28,2020, 19:14 PM IST

Trending news