Provide rs 531 crore News

ખેડૂતોની હૈયાહોળી વચ્ચે સરકારે કરાવી દિવાળી, 9 જિલ્લાના ખેડૂતોને 531 કરોડ રૂપિયાની સ
રાજ્ય સરકારનો વધુ એક કિસાન હિતલક્ષી નિર્ણય લીધો છે. ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાન સંદર્ભે ફેઝ-૨માં ૫૩૧ કરોડનું રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો હતો. રાજ્યના ૯ જિલ્લાના ૩૭ તાલુકાના ૧૫૩૦ ગામના પાંચ લાખથી વધુ ખેડૂતોને એસડીઆરએફના ધોરણે લાભ અપાશે તેવું પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. ખેડુતોને રૂ.૬૮૦૦ પ્રતિ હેક્ટર લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે. ખાતેદારનો નુકસાનગ્રસ્ત વિસ્તાર ૦.૫ હેક્ટર હશે તો તે ખેડૂતને રૂ.૪૦૦૦ ચુકવાશે. આ પેકેજ હેઠળ અંદાજીત ૭.૬૫ લાખ હેક્ટર વિસ્તારમાં ૫.૦૬ લાખ ખેડૂત ખાતેદારોને રૂ.૫૩૧ કરોડ સહાય ચૂકવાશે. ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી તા.૦૬ થી તા.૨૪ ડીસેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકશે : ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઉભી કરાઇ જેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. 
Nov 30,2021, 22:11 PM IST

Trending news