Virupur News

લોહાણા સમાજની અનોખી ભક્તિ, જલારામ બાપાની જયંતીએ 225 કિલોનો મહાકાય લાડુ બનાવ્યો
Jalaram Jayanti 2024 રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના ભુજમાં જલારામ જયંતીની વિશેષ ઉજવણી કરાઈ હતી. જલારામ જયંતી પર 225 કિલોનો લાડુ બનાવાયો છે. બુંદીનો વિશાળ લાડુ પ્રસાદ તરીકે બનાવાયો. સંત શિરોમણી જલારામ બાપાની 225મી જન્મ જયંતી હોવાથી લાડુનો પ્રસાદ ખાસ તૈયાર કરાયો છે. આ 225 કિલોના બુંદીના લાડુમાં 75 કિલો બેસન, 60 કિલો ઘી, 30 કિલો તેલ, 50 કિલો ખાંડ ,10 કિલો ડ્રાય ફ્રુટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ લાડુ 4 ફૂટ પહોળો અને 2.5 ફૂટ ઊંચો છે. સંત જલારામબાપાનો જન્મ 4, નવેમ્બર 1799 ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. જલારામ બાપા હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા હતા અને આજે પણ વીરપુરમાં જલારામ અન્નક્ષેત્ર ચાલે છે.   
Nov 8,2024, 9:14 AM IST

Trending news