Worlds highest breeds of cattle News

કચ્છનો અનોખો પશુમેળો, વિશ્વના સૌથી ઉંચી ઓલાદના પશુઓ અહીં થાય છે એકત્ર
જિલ્લાના બન્ની વિસ્તારના હોડકો ગામમાં બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા 13માં બન્ની પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈમાં તથા પશુ પ્રદર્શનમાં પશુ વેંચાણ, પશુ તંદુરસ્તી હરીફાઈ, કચ્છી ઘોડા દોડ, દૂધ દોહન હરીફાઈ, પ્રદર્શન ઝાંખી સ્ટોલોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભેંસ, પાડા , ગાય, આંખલા વગેરે પશુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભુજ તાલુકાના બન્ની (હોડકો) ખાતે દ્વિદિવસીય પશુમેળાનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ઉદ્ઘાટન કર્યું હતું. કચ્છના રણ પ્રદેશમાં ઘાસિયા પ્રદેશ તરીકે ઓળખાતા બન્ની વિસ્તારમાં દર વર્ષે સંસ્થા તથા સરકારના સંયુકત ઉપક્રમે ભુજ તાલુકાના હોડકો(બન્ની) ગામે યોજાતા પશુમેળાએ સારો એવો આકર્ષણ જમાવ્યું છે. 
Nov 21,2021, 16:36 PM IST

Trending news