અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો

ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવાના સમાચાર સામાન્ય બની ગયા છે. અમદાવાદમાં ફરી ડ્રગ્સ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. બાતમીના આધારે ક્રાઈમબ્રાન્ચે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
 

Trending Photos

 અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદથી વધુ એકવાર ઝડપાયો છે નશાનો સામાન..ક્રાઈમબ્રાંચે MD ડ્રગ સાથે વધુ એક આરોપીની ધરપકડ કરી છે..જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને બાતમીને આધારે તેને ઝડપી લેવામાં આવ્યો છે..ત્યારે કઈરીતે વધુ એકવાર રાજ્યમાં ડ્રગ ઘૂસાડવાની કોશિશ કરવામાં આવી અને કઈરીતે ક્રાઈમબ્રાંચના હાથે ઝડપાયો આરોપી જોઈએ આ અહેવાલમાં..

અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો છે. ઝોન 7 LCB ને બાતમી મળી કે રાજસ્થાનનો એક શખ્સ ડ્રગ્સ લઈને અમદાવાદમાં આવ્યો છે, જે માહિતીના આધારે વાસણા વિસ્તારમાંથી રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા નરેશ બિશનોઈ નામના 24 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીની તપાસ કરતાં તેની પાસેથી 4.69 લાખથી વધુની કિંમતનો 46.940 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો. ત્યારે આ મામલે આરોપી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું છે કે બનાસકાંઠાના થરાદમાં પણ તેની સામે પ્રોહિબીશનના બે ગુના નોંધાયેલાછે જેમાં પણ તે ફરાર હતો. તો આરોપીની પૂછપરછ દરમ્યાન તેને ડ્ર્ગસ રમેશ જાટ નામના વ્યક્તિ દ્વારા પહોંચાડાયું હોવાનું સામે આવ્યું છે..જેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે.. ત્યારે હાલતો આરોપી અમદાવાદમાં કોને આ ડ્રગ્સ પહોંચાડવાનો હતો,,,અગાઉ પણ તેણે આ રીતે ડ્રગ સપ્લાય કર્યું છે કે કેમ અને ક્યાં ક્યા વિસ્તારોમાં તે ડ્રગ સપ્લાય કરવાનું કામ કરતો તેને લઈને તપાસ હાથ ધરી છે..

રાજ્યમાં પોલીસ દ્વારા નો ટુ ડ્રગ્સ પોલીસી હેઠળ સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તે અંતર્ગત જ રાજ્યમાંથી મોટા જથ્થામાં ડ્રગ પકડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે,,પરંતું લાગે છે કે કેટલાક અસામાજીક તત્વો માત્ર પૈસા કમાવવાની લાલચમાં રાજ્યના યુવાઓને જાણે કે નશાના આદી બનાવવા માટે રાજ્યમાં મોટા પાયે ડ્રગ્સ ઘૂસાડવાની નાકામ કોશિષ કરી રહ્યાં છે પરંતુ ગુજરાત પોલીસની બાજ નજરથી તેઓ બચી નથી શકતા..અને આ ઝુંબેશ આવનારા દિવસોમાં પણ આજ રીતે યથાવત રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news