ગૃહમંત્રી અમિત શાહે News

જુઓ ગૃહમંત્રી અમિત શાહે કેમ કહ્યું 'નહેરૂની ભૂલ ભોગવી રહ્યો છે દેશ'
આજે લોકસભામાં જમ્મુ કાશ્મીર આરક્ષણ બીલ પસાર થયું જે દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના લંબાવવામાં આવ્યું તો સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રીએ દાવો કર્યો કે પહેલીવાર કાશ્મીરમાં ચૂંટણી દરમિયાન કોઇ હિંસા ન થઇ અને આગામી ડિસેમ્બર મહિનામાં કાશ્મીરમાં ચૂંટણી પણ થશે. આ બિલ દરમિયાન લોકસભામાં આક્રમક ચર્ચા થઇ જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. દેશના વિભાજનથી લઇને આતંકવાદ સુધીની સમસ્યાઓનું મૂળ કોંગ્રેસ અને તેમના નેતા જવાહરલાલ નેહરુ હોવાનો આરોપ અમિત શાહે લગાવ્યો હતો. જેના કારણે થોડીવાર ગૃહમાં હોબાળો પણ થયો હતો. જો કે અમિત શાહ પોતાની વાત પર મક્કમ રહ્યા હતા. જવાહર લાલ નહેરુએ સરદાર પટેલની વાત માની હોત તો આજે કાશ્મીર સમસ્યા કે આતંકવાદ હોત જ નહિ તેવો દાવો અમિત શાહે કર્યો હતો.
Jun 28,2019, 18:30 PM IST

Trending news