हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લોકડાઉનનો 59મો દિવસ
લોકડાઉનનો 59મો દિવસ News
Coronavirus
પરમિશન વગર અમદાવાદના સુભાષ બ્રિજ પરથી પસાર થતી રીક્ષાઓને ડિટેઈન કરાઈ
અમદાવાદના સુભાષબ્રિજ ખાતેથી પસાર થતી રિક્ષાઓ આજે ડિટેઈન કરાઈ હતી. લોકડાઉન 4.0માં કેટલીક શરતી છૂટછાટ અપાઈ છે. ત્યારે અમદાવાદમાં હાલ રીક્ષાને છૂટછાટ આપવામાં આવીનથી. ત્યારે રોડ પરથી પસાર થતી અનેક રીક્ષાઓ આજે જોવા મળી હતી. રીક્ષાને અમદાવાદમાં છૂટ ન હોવા છતાં અનેક જગ્યાએ રિક્ષાઓ ફરતી જોવા મળી રહી છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમને જોડતા કેટલાક બ્રિજ બંધ છે ત્યારે સુભાષબ્રિજ પરથી પસાર થતી રિક્ષાઓ સામે કાર્યવાહી કરાઈ હતી.
May 22,2020, 16:34 PM IST
Coronavirus
હાથની મહેંદીનો રંગ પણ નહોતો ઊતર્યો, ને પ્રફુલ્લાબા કોરોના સામેના જંગમાં ઊતરી પડ્યાં
કોરોનારૂપી દુશ્મન સામેના યુદ્ધમાં લડવા માટે સૌ કોઈ યોગદાન આપી રહ્યું છે. પોતાની ફરજ બજાવી રહ્યું છે. ત્યારે વાંકાનેરનાં મહિલા પોલીસકર્મીએ લગ્નના બીજા જ દિવસે હજી તો હાથની મેંદીનો રંગ પણ નહોતો ઊતર્યો, ત્યાં તો કોરોના વોરિયર બની ગયા છે. પ્રફુલ્લાબા પરમારે ફરજ પર હાજર થઈને કોરોના સામેના આ જંગમાં યોદ્ધા તરીકે પોતાનું સ્થાન સંભાળીને ફરજનિષ્ઠાનું અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.
May 22,2020, 15:42 PM IST
Coronavirus
લોકડાઉનમાં હાઈવે પરના પેટ્રોલપંપોને સમયમર્યાદામાંથી મુક્તિ અપાઈ : અશ્વિની કુમાર
લોકડાઉનના ચોથા તબક્કામાં અનેક છૂટછાટ આપવામાં આવી છે. આ કારણે તમામ જગ્યાઓએ નવો માહોલ જોવા મળ્યો છે. મોટાભાગના લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે. નવી જીવનશૈલીને લોકો જવાબદારીથી અપનાવી રહ્યાં છે. પહેલા દિવસે થોડા ઘણા દ્રશ્યો ભીડના જોવા મળ્યા હતા, તેમાં સુધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લોકોની લાગણી, અપેક્ષા મુજબ છૂટછાટ આપવા તત્પર અને તૈયાર છે. ગઈકાલે એવી જાહેરાત કરાઈ હતી કે, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સાથે જોડાયેલા દુકાનોને ઓડ ઈવન ફોરમ્યુલા લાગુ પડશે નહિ. જીવનજરૂરિયાતની દુકાનો રોજ પ્રતિદિન ચાલુ રાખી શકાશે. પેટ્રોલ પંપ સવારે 8 સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ પેટ્રોલપંપ અંગે રજૂઆત થઈ હતી જેનાબાદ આ સમયમર્યાદા અંગે ચેન્જ કરાયો છે. હાઈવે પર પેટ્રોલ પંપ આવતા હોય તેને આ સમય મર્યાદામાંથી મુક્તિ મળશે, તેઓ વધુ સમય સુધી હાઈવે પર પેટ્રોલ પંપ અને જરૂર પડે તો 24 કલાક ચાલુ રાખી શકાશે.
May 22,2020, 15:02 PM IST
લોકડાઉનનો 59મો દિવસ
2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો સરકારે કરેલા આ ખુલાસા વિશે પણ જાણી લેજો
લોકડાઉનમાં બેરોજગાર બનેલા નાના ધંધાર્થીઓ માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana) ની જાહેરાત કરી હતી. જેના ફોર્મ મેળવવા માટે ગઈકાલથી લોકો લાઈનો
May 22,2020, 11:59 AM IST
રાજકોટ
લોકડાઉનમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં ચાલી રહ્યાં છે ગોરખધંધા, ચાર મોબાઈલ ફોન મળ્યાં
લોકડાઉન વચ્ચે રાજકોટ મધ્યસ્થ જેલ (rajkot madhyasth jail) માંથી બેટરી સાથે 4 મોબાઈલ મળી આવ્યા છે. એક તરફ લોકડાઉન તો બીજી તફર જેલમાં મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત છે. અમદાવાદની ઝડપી સ્કવોર્ડએ જેલમાં તપાસ કરતા મોબાઈલ ફોન મળી આવ્યા છે. નવી જેલ વિભાગ 1ના યાર્ડ નંબર 5ની બેરક 4 અને બેરક 2માંથી ચારેય ફોન મળી આવ્યા છે. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ છે. આ અગાઉ પણ લોકડાઉનમાં દડાના ઘા કરી જેલની અંદર પ્રતિબંધિત વસ્તુ પહોંચાડવામાં આવી હતી.
May 22,2020, 11:13 AM IST
સુરત
લોકડાઉનમાં 24 કલાકમાં ક્રાઈમની બે મોટી ઘટનાથી સમસમી ઉઠ્યું સુરત, એક ફાયરિંગ અને બીજી
લોકડાઉનમાં હાલ લોકોના માંડ છૂટછાટ મળી છે, જ્યાં માંડ માંડ જનજીવન બે મહિના બાદ ધબકતુ થયું છે. આવામાં સુરતમાં ક્રાઈમની બે મોટી ઘટના બની છે. ગઈકાલે રાત્રે ફાયરિંગ અને હત્યાનો બનાવ બન્યો છે. લોકડાઉન ખૂલતા જ સુરતમાં ક્રાઈમની ઘટનાઓ પણ શરૂ થઈ ગઈ છે. 24 કલાકમાં સુરતમાં બે ગુના આચરવામા આવ્યા છે. સુરતમાં ગઈકાલે રાત્રે માથાભારે ફાઈનાન્સર દ્વારા યુવક પર ફાયરિંગ કરાયું હતું. તો ઉઘના વિસ્તારમાં વહેલી સવારે યુવકની હત્યા કરવામાં આવી છે.
May 22,2020, 10:25 AM IST
Coronavirus
અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના 12 ઈન્ટર્ન ડોક્ટર કોરોનાના શિકાર બન્યા
વિશ્વભરમાં હાલ સૌથી વધુ કફોડી હાલત કોરોના વોરિયર્સની બની છે. ફ્રન્ટ લાઈન પર રહીને કામ કરવુ ફરજનો ભાગ છે, અને તેમાં કોરોના સામે લડત છે. વિશ્વભરમાં અનેક તબીબો અને પોલીસ કર્મચારીઓ ફ્રન્ટ લાઈન પર કામ કરતા સમયે કોરોનાનો શિકાર થઈ રહ્યાં છે. આવામાં અમદાવાદ (Ahmedabad) ના તબીબો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના 12 જેટલા ઈન્ટર્ન ડોક્ટર કોરોનાના શિકાર થયા છે. છેલ્લા 5 દિવસમાં 12 ઈન્ટર્ન ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા છે. આજે વધુ બે ઈન્ટર્ન ડોક્ટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ ઈન્ટર્ન તબીબો કોવિડ 1200 બેડ હોસ્પિટલ અને બહાર ક્વોરેન્ટાઈન થયેલા દર્દીઓની સારવાર કરે છે.
May 22,2020, 9:39 AM IST
Coronavirus
1 જૂનથી દેશભરમાં ટ્રેનો ચાલુ થશે, ગુજરાતને આ 10 ટ્રેન મળી
કોરોનાના કારણે દેશમાં પહેલીવાર લાંબો સમય સુધી ટ્રેન વ્યવહાર બંધ રહ્યો છે, ત્યારે 1 જૂનથી 200 સ્પેશિયલ ટ્રેન રેલવેના પાટા પર પરત ફરશે. આ વખતે આ ટ્રેનોને સ્પેશિયલ નંબર સાથે દોડાવવામાં આવશે. એટલે કે, આ ટ્રેનોનો નંબર સામાન્ય નંબરોથી અલગ હશે. તેઓને સ્પેશિયલ નંબર લગાવીને દોડાવવામા આવશે. હાલ છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં શ્રમિકો માટે ટ્રેન દોડાવવામા આવી રહી છે. જેમાં સૌથી વધુ ટ્રેનો ગુજરાતમાંથી દોડી છે. ત્યારે 1 જૂન, 2020થી શરૂ થવા જઈ રહેલ ટ્રેનોમાં ગુજરાતને પણ કેટલીક ટ્રેનો મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતને 10 ટ્રેનો મેળી છે. જેમાંથી મોટાભાગની અમદાવાદ રેલવે સ્ટેશન (ahmedabad railway station) થી જ દોડશે.
May 22,2020, 8:40 AM IST
Coronavirus
અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે મોતનો કુવો, ગુજરાતના 50% મોત અહીં થયા
ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 774 પર પહોંચી ગયો છે. ત્યારે તેમાંથી 351 મોત (corona death) માત્ર અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad civil hospital) માં થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસ રોગીઓની સારવાર કરનારી અન્ય સરકારી હોસ્પિટલમાં સોલા સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલ છે. અસારવા વિસ્તારમાં આવેલ આ મોટી સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી નગરનિગમની હોસ્પિટલમાં સ્થાન મળ્યું છે. અહીં કોવિડ-19 રોગીઓની સારવાર માટે 1200 બેડ ફાળવવામાં આવ્યા છે.
May 22,2020, 7:59 AM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ