હવે સોસાયટીઓમાં થશે શાંતિ, ઇન્ટરનેટના વાયરોમાંથી મળશે મુક્તિ, આ રાજ્યોમાં સર્વિસ શરૂ
Airtel XStream AirFiber: એરતેલ હવે તમને તાર વિના ઇન્ટરનેટ પુરૂ પાડશે. કંપનીએ આજે Airtel XStream AirFiber લોન્ચ કરી દીધું છે. જાણો કિંમત અને પ્લાન વિશે.
Trending Photos
Airtel XStream AirFiber launched: ભારતીય એરટેલે આજે Airtel XStream AirFiber લોન્ચ કર્યું છે. હવે કંપની વાયર વગર લોકોના ઘર સુધી ઈન્ટરનેટ લઈ જશે. હાલમાં એર ફાઈબર દિલ્હી અને મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ સેવાનો લાભ માત્ર અહીંના લોકો જ લઈ શકશે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ જિયોએ ગયા વર્ષે તેનું એર ફાઈબર લોન્ચ કર્યું હતું પરંતુ તેનું વેચાણ હજુ શરૂ થયું નથી. જો લીક્સની વાત માનવામાં આવે તો કંપની તેને 28 ઓગસ્ટથી શરૂ કરી શકે છે. આ દિવસે કંપનીની AGM બેઠક યોજાવાની છે.
શું છે દિલ્હી સેવા બિલ? કેન્દ્રને મળશે તાકાત, દિલ્હી સરકાર કેમ કરી રહી છે વિરોધ?
RS માં દિલ્હી સેવા બિલ પાસ, કેજરીવાલ પાસેથી છિનવાઇ ગયો ટ્રાંસફર-પોસ્ટિંગનો અધિકાર!
એરટેલે કહ્યું કે છેલ્લા 3-4 વર્ષોમાં લોકોએ વાઇફાઇનો ઘણો ઉપયોગ કર્યો છે. એરટેલ ફાઇબર પાસે ભારતમાં 34 મિલિયન હોમ કનેક્શન છે. કંપનીએ કહ્યું કે હજુ પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં ફાઈબર પહોંચી શક્યું નથી. એવામાં Airtel Xstream Airfiber આ સ્થળોએ લોકોને ઇન્ટરનેટ પ્રદાન કરશે. Xstream AirFiber એ પ્લગ-એન્ડ-પ્લે હોમ ઇન્ટરનેટ ડિવાઇસ છે જે ઇન-બિલ્ટ Wi-Fi 6 ટેક્નોલોજીથી સજ્જ છે (જે Wi-Fi 5 રાઉટર્સ કરતાં 50% વધુ છે). આ એક ઉપકરણ સાથે 64 ઉપકરણોને જોડી શકાય છે.
ઘરમાં રાખો આ મૂર્તિઓ, ચપટીમાં દૂર થશે આર્થિક તંગી, ધનથી ભરાઇ જશે તિજોરી!
Astrology Tips: હથેળીમાં આ વસ્તુઓ આપવાથી જતી રહે છે બરકત, પળવાર ખાલી થઇ જશે તિજોરી!
પ્લાન્સ
પ્લાન્સ વિશે વાત કરીએ તો, તમારે 2500 રૂપિયા સિક્યોરિટી તરીકે જમા કરાવવા પડશે જે એક વખત રિફંડેબલ હશે. AirFiber ના એક મહિનાના પ્લાનની કિંમત 799 રૂપિયા છે, જ્યારે છ મહિનાના પ્લાનની કિંમત 4,794 રૂપિયા છે. બંનેમાં તમને 100 Mbps સ્પીડ મળશે. એરટેલ ફાઇબર લાઇનની તુલનામાં, તમને વધુ સ્પીડ, સારી કનેક્ટિવિટી અને સુરક્ષા મળે છે. એર ફાઇબર સેટ કરવું ખૂબ જ સરળ છે. તમે Xstream AirFiber એપ્લિકેશનની મદદથી તેને સેટ કરી શકો છો અને તેને નિયંત્રિત કરી શકો છો.
Good Luck Tips: ઓશિકાની નીચે આ વસ્તુઓ રાખીને ઉંઘશો તો ચમકી જશે કિસ્મત, નોકરીનું વિઘ્ન થશે દૂર
Skin Care Mistakes: 5 મોટી ભૂલો જેનાથી છિનવાઇ જાય છે ચહેરાની રંગત
આ રીતે સેટઅપ કરો
ડિવાઇસને સેટ કરવા માટે, પહેલા તેને પ્લગ ઇન કરો. પછી એપની મદદથી QR કોડ સ્કેન કરો અને ડિવાઇસ માટે બેસ્ટ લોકેશન પસંદ કરો. એટલે કે એ લોકેશન જ્યાં તમે એર ફાઇબર રાખી શકો છો. ત્યારબાદ તમારા બધા ઉપકરણોને તેની સાથે સરળતાથી કનેક્ટ કરો. જો તમે વિચારી રહ્યા છો કે આ કેવી રીતે કામ કરે છે, તો હકીકતમાં, આ ઉપકરણ કોઈ પણ વાયર વિના આપણી આસપાસના ટાવરમાંથી સીધા જ સિગ્નલને પકડે છે અને તેની મદદથી આપણા ફોનમાં ઇન્ટરનેટ ચાલે છે.
શું ચહેરા પર બેસન અને દૂધનું મિશ્રણ લગાવવવાથી ખરેખર ફાયદો થાય છે? જાણો બધું જ
Nose Congestion: શું ચોમાસમાં તમારું પણ નાક બંધ થઇ જાય છે? અપનાવો આ ઉપાય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે